Categories: Ahmedabad Gujarat

પોલીસે રેડ કરતાં સ્થાનિકોએ જુગારીઓને ભગાડવા બૂમાબૂમ કરી

અમદાવાદ: સાબરમતી પોલીસની રહેમ નજર હેઠળ છેલ્લા કેટલાક સમયથી ચાલતા અને અનેક વખત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા જેના જુગારધામ પર રેડ કરવામાં આવી છે તેવા સાબરમતી ન્યૂ રેલવે કોલોનીનાં લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢીના જુગારધામ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ૧૪ જુગારિયાને ઝડપી લીધા હતા.

રેડ દરમ્યાન દર વખતની જેમ આ વખતે પણ સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરી જુગારિયાને બચાવવા પ્રયાસો કર્યા હતા. જોકે ક્રાઇમ બ્રાંચની ટીમે તમામ જુગારિયાને ઝડપી લીધા હતા. પોલીસની કામગીરીમાં અવરોધ કરનાર બે મહિલા સહિત ત્રણની સામે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનો દાખલ કર્યો છે.

સાબરમતી ન્યૂ રેલવે કોલોનીમાં રહેતા લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી સેંધાજી રાવત છેલ્લા ઘણા સમયથી જુગારધામ ચલાવે છે. આ જુગારધામ સતત ધમધમતું હોવાની સાબરમતી પોલીસને જાણ હોવા છતાં પોલીસ તેને બંધ કરાવતી ન હતી. જુગારધામ ચાલતું હોવા અંગેની બાતમી પોલીસની વિવિધ એજન્સીઓેને મળતાં તેણે બાબુ દાઢીને ત્યાં રેડ કરી જુગારિયાને ઝડપી લીધા છે.

ગઇ કાલે રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જે.પી. રોજિયા, કે.આઇ. જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી કે લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢીનું જુગારધામ ધમધમી રહ્યું છે તેથી ત્રણ પીએસઆઇ, ૧પ જેટલા કોન્સ્ટેબલ, બે મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે રેડ કરતાંની સાથે જ બાબુ દાઢીના ઘરમાંથી બે મહિલા અને અને એક પુરુષે બહાર આવી બૂમાબૂમ કરી અન્ય લોકોને એકત્ર કરવા પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તેમને ઝડપી લીધા હતા.

પોલીસે લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢીને ત્યાંથી જયરાજ બેરવા (રહે. ચંદ્રભાગાની ચાલી, જવાહરચોક) મનુજી ઠાકોર (રહે. રેલવે કોલોની), દાદારાવ ગાવડે (રહે. પુરુષોતમપાર્ક, ડી-કેબિન), શંભુ રાવત (રહે. રેલવે કોલોની), રમેશ ઠાકોર (રહે. રાણીપ) ભરત ભરવાડ (રહે. નર્સરી, વિસત પેટ્રોલ પંપ), ગૌરાંગ પટેલ (રહે. ગિરિરાજ સોસા., ચાંદલોડિયા), વિનોદ પટેલ (રહે. કૈલાસનગર, જૂના ટોલનાકા), વાસુદેવ પટેલ (રહે. વિનાયક બંગલો, ન્યૂ રાણીપ), મનીષ દ્રવિડ (રહે. ન્યૂ રેલવે કોલોની), રાજેશ પટણી (રહે. રેલવે કોલોની), મહંમદ પઠાણ (રહે. મેરાઉ સોસા., નારોલ) અને ગફુર સેનવા (રહે. સાબરમતી)ને જુગાર રમતાં ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી નવ મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ.૪પ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢી સહિત ૧૪ લોકોની ધરપકડ કરી છે જ્યારે રેડ દરમ્યાન જુગાર રમતા ઇસમોને ભગાડવા અને પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા બદલ ચંપાબહેન રાવત (રહે. ન્યૂ રેલવે કોલોની) અને લક્ષ્મણની પત્ની ક્રિષ્નાબહેન રાવત (રહે. ન્યૂ રેલવે કોલોની)ની ધરપકડ કરી છે જ્યારે બાબુ ઉર્ફે ગગુ રાવત નાસી જવામાં સફળ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતી પીસીબીની ટીમે લક્ષ્મણ ઉર્ફે બાબુ દાઢીના જુગાર ધામ પર રેડ કરી હતી ત્યારે સ્થાનિક લોકોએ ભેગા થઈ પીસીબી અને સ્થાનિક પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થઈને પણ જુગારીઓને ઝડપી લીધા હતા.

divyesh

Recent Posts

વડા પ્રધાન મોદી વારાણસીમાંઃ રૂ.ર૧૩૦ કરોડના પ્રોજેકટ્સનું લોકાર્પણ

(એજન્સી) વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પોતાના સંસદીય મત ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા હતા. સૌ પહેલાં તેમણે ડીઝલથી…

18 hours ago

ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન નીતિન પટેલે લેખાનુદાન રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ર૦૧૯-ર૦નું પૂર્ણ બજેટ રજૂ…

20 hours ago

બેફામ સ્પીડે દોડતાં વાહનો સામે ટ્રાફિક પોલીસ-સ્પીડગન લાચાર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર બેફામ સ્પીડે વાહનો દોડે છે. ઓવરસ્પીડ માટે રૂ.એક હજારનો ઈ-મેમો આપવાની ભલે શરૂઆત…

20 hours ago

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષના બ્લોગને પાકિસ્તાની હેકર્સે નિશાન બનાવ્યો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પુલાવામા એટેક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેકિંગ વોર શરૂ થઇ ગઈ છે. ભારતીય હેકર્સે પાકિસ્તાનની ર૦૦થી…

20 hours ago

પશ્ચિમ ઝોનમાં પાંચ વર્ષના રોડના 750 કરોડનાં કામનો હિસાબ જ અધ્ધરતાલ!

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામમાં ચાલતી ગેરરી‌િત સામે આંખ આડા કાન કરાય છે તે તો જાણે…

20 hours ago

પથ્થરબાજોને સેનાની આખરી ચેતવણીઃ આતંકીઓને મદદ કરશો તો માર્યા જશો

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલ એન્કાઉન્ટરને લઇ સુરક્ષાદળો (આર્મી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ)એ શ્રીનગર…

21 hours ago