જુગારના અડ્ડા પર પોલીસનો દરોડોઃ ૧૯ જુગારિયા ઝડપાયા

અમદાવાદ: બોરસદ તાલુકાના કિંખલોડ ગામે ચાલતાં જુગારના અડ્ડા પર એસઓજીએ ઓચિંતો છાપો મારતા ભારે નાસભાગ મચી ગઇ હતી. આમ છતાં પોલીસે ૧૯ જુગારિયાઓને આબાદ ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો હતો.

મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના કિંખલોડ ગામે કનુ ઉર્ફે કલિયો જુગારનો મોટાપાયે અડ્ડો ચલાવતો હોવાની બાતમીના આધારે આણંદ એસઓજીએ દરોડો પાડ્યો હતો. પોલીસે ૧૯ જુગારિયાઓને ઝડપી લઇ રૂ.સવા લાખની રકમ, ૧ર મોબાઇલ અને વાહનો કબજે કરી ગુનો દાખલ કરેલ છે.

You might also like