જુગારના અડ્ડા પર પોલીસનો છાપોઃ દસ લાખની માલમતા સાથે ૧૪ ઝડપાયા

અમદાવાદ: કડી નજીક ઓઘડનાથ મહાદેવના મંદિર પાસે ચાલતાં જુગારના અડ્ડા પર પોલીસે છાપો મારતાં જુગારીઓએ નાસભાગ કરી મૂકી હતી. પોલીસે કોર્ડન કરી ૧૪ જુગારીયાઓને અાબાદ ઝડપી લઈ અાશરે રૂપિયા દસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અા અંગેની વિગત એવી છે કે કડી નજીક અાવેલા ઓઘડનાથ મહાદેવના મંદિર નજીક મોટા તળાવ પાસે જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે મોડી રાતે અા જુગારના અડ્ડા પર છાપો માર્યો હતો. પોલીસે છાપો મારતાં જ જુગારિયાઓએ પોલીસની પકડમાંથી છૂટવા માટે ભારે નાસભાગ કરી હતી. અામ છતાંય પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ૧૪ જુગારિયાઓને અાબાદ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના અડ્ડા પરથી એક કાર, બે બાઈક, અાઠ મોબાઈલ અને રોકડ રકમ મળી અાશરે રૂપિયા દસ લાખની માલમતા કબજે કરી હતી. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અા અડ્ડો ચલાવનાર ભાગેડુ શખસની સઘન શોધખોળ શરૂ કરી છે. અા અડ્ડો છેલ્લા બે વર્ષથી ચાલતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. કડી અને કલોલના નબીરાઓ અડ્ડા પર જુગાર રમવા અાવતા હતા. પકડાયેલા તમામને પોલીસે કોર્ટમાં રજૂ કરી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like