પાકિસ્તાનના ઘણા શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો, લાઈવ કવરેજ પર સરકારે મૂક્યો પ્રતિબંધ

પાકિસ્તાનના ઈસ્લામાબાદ સહિત કેટલાક શહેરોમાં પ્રદર્શનકારીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરાંચી અને ઈસ્લામાબાદમાં પણ હાલમાં પ્રદર્શન થઈ રહ્યા છે. વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં સરકારે ટીવી પર આ પ્રદર્શનના પ્રસારણને ચલાવવા પર રોક લગાવી દીધી છે.

પ્રદર્શન શરૂ ત્યારે થયું હતું જ્યારે રસૂલ અલ્લાહ નામના ઈસ્લામિક સંગઠને એક ચૂંટણીની કલમની વાતોને લઈને વિરોધ કરવાનો શરૂ કર્યો હતો. જો કે બાદમાં આ એક્ટમાંથી વિવાદિત મુદ્દાઓને હટાવી લેવામાં આવ્યા હતા.

પ્રદર્શનને રોકવા માટે 8500 સ્પેશિયલ પોલીસના જવાનો મૂકવામાં આવ્યા છે, જેને ઈલાઈટ પોલીસ કહેવામાં આવે છે. ઓછામાં ઓછા 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 67 લોકો ઘાયલ થયા છે, જેમાં વિરોધીઓ અને પોલીસના જવાનો સામેલ છે.

ફૈજાબાદ પાસે 8 નવેમ્બરથી જ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓ કાયદામંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યા છે. તેની પહેલા કોર્ટે ફૈજાબાદને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનના કારણે નેશનલ ટી-20 મેચને પણ રોકી દેવામાં આવી છે.

You might also like