સુખરામનગરમાં ઘરમાં ઘૂસીને પોલીસ કર્મચારી, તેમના પરિવારજનો પર ઘાતક હુમલો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સુખરામનગરના ત્રણ માળિયા મકાનમાં ગઇકાલે પોલીસ કર્મચારી તેમજ ના પુત્ર અને તેની પત્ની પર હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ ચકચારી ઘટનામાં ચારથી વધુ વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે,ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,પોલીસ હુમલાખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રખિયાલના સુખરામનગર વિસ્તારમાં આવેલ સંત વિનોબા ભાવે ત્રણ માળિયા પાસે રહેતા એક જ બ્લોકમાં રહેતા લોકોએ બીજા બ્લોકમાં જઈને પરિવાર પર હુમલો કર્યો હતો. કેટલાક તોફાની તત્ત્વોએ બ્લોકમાં રહેતા પોલીસ કર્મચારી અને તેમના પુત્ર કેયૂર પરમાર પર ઘાતક હુમલો કર્યો હતો તેમજ પરિવાર પર પણ હુમલો કર્યો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઇ હતી, સાથે અન્ય બે વ્યકિતને પણ અસામાજિક તત્ત્વોએ માર માર્યાે હતાે અને બ્લોકની બહાર પડેલી રિક્ષા તેમજ બાઇકની તોડફોડ કરીને તોફાની વાતવારણ ઊભું કર્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સ્થળે પહોંચી ગયા હતા અને મામલો શાંત પાડ્યો હતો. હુમલામાં ઘવાયેલા ચારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,અને હુમલાખોર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોરો અક્ષય, આકાશ, ભાવેશ, રીતેષ, ધર્મેશ, વિશાલ, ધવલ અને હાર્દિક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like