સુરત બિલ્ડરનાં ઇશારે પોલીસનો વૃદ્ધ સાથે દુર્વ્યવહાર

સુરત : સુરત શહેર પોલીસની છબી સામે ફરી એક વખત સવાલ ઉભો થાય તેવી ઘટના બની છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં પોલીસ છે જેમાં બિલ્ડર સાથે મળી પોલીસ એક સિનિયર સીટીઝનને ધકે ચડાવતા હોવાના દ્રશ્યો cctvમાં કેદ થયા છે.

વાત સુરતના લિબાયત વિસ્તારમાં આવેલી અંબિકા નગર સોસાયટીમાં આવેલી જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં બિલ્ડરના ઈશારે પોલીસ પહોંચી હતી અને એક સિનિયર સીટીઝન સાથે દુર્વ્યવહાર પોલીસે કર્યો હતો. તો સાથે જ હાથાપાઇ પણ કરી હતી. ઉપરાંત આ વિસ્તારના ભાજપા આગેવાન મહિલા સપનાબેન સાથે પણ બિલ્ડરના ઈશારે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું.

જોકે સુરત પોલીએનું આ કૃત્ય ત્યાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. હાલ આ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

You might also like