પોલીસના સ્વાંગમાં વૃદ્ધાના દાગીના ઊતરાવી લીધા

અમદાવાદ: પાલડી વિસ્તારમાં આવેલા સુખીપુરા પાસેના દેવસિદ્ધિ હોમ્સમાં વિદ્યાધરભાઈ વ્યાસ (ઉ.વ.76) તેમનાં પત્ની ઉષાબહેન (ઉ.વ.70) સાથે રહે છે. ઉષાબહેન ગઈ કાલે સવારે નવ વાગ્યાની આસપાસ પાલડીના સુજય ફ્લેટ પાસથી જતાં હતાં ત્યારે બે અજાણ્યા શખ્સ તેમની પાસે આવ્યા હતા. બને શખ્સે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી અમારા સાહેબે કહ્યું છે, ‘ચોરી થઇ છે, તમારા દાગીના સાચવીને મૂકી દો’ તેમ કહી અને ઉષાબહેનના હાથમાં રહેલી બે બંગડીઓ ઊતરાવી લીધી હતી.

એક કાગળમાં બંને શખ્સોએ આ બંગડીઓ મૂકી દીધી હતી. બાદમાં નજર ચૂકવી બંને બંગડીઓ કાઢી ત્યાંથી રફુચકકર થઇ ગયા હતા. ઘરે જઈને ઉષાબહેને બંગડીઓ કઢવા કાગળ કાઢ્યો તો તેમાંથી બંગડીઓ ગાયબ હતી. જેથી પોતે છેતરાયા હોવાની જાણ થતા તેઓ પાલડી પોલીસ સ્ટેશન દોડી ગયાં હતાં. પાલડી પોલીસે વિદ્યાધરભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીઓની તપાસ શરૂ કરી છે.

You might also like