રેલીઓ-સભાના પગલે આજે પોલીસનો બંદોબસ્ત ડે

અમદાવાદ: સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કોઇ પણ સંસ્થા કે પક્ષકારને પોલીસ બંદોબસ્ત ફાળવે છે અને આ જ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્તતાના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે. શહેરની મોટા ભાગની પોલીસ આજે બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે. આજે શહેરમાં રાજકીય નેતાઓના કાર્યક્રમ, દલિત સમાજની રેલી તેમજ તેને લઇ અ‌િનચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

એક તરફ પોલીસ વિભાગમાં પોલીસકર્મીઓની ઘટ છે તો એક બાદ એક શહેરમાં રેલીઓ અને સભાઓ, સફાઇ કામદારોની હડતાળ તેમજ રાજકીય મહાનુભાવોના કાર્યક્રમ થતા હોઇ પોલીસ આજે આખો દિવસ બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે.

એલિસબ્રિજ ટાઉનહોલ તેમજ વેજલપુરમાં એક શાળાના કાર્યક્રમમાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આવવાના હોઇ એલિસ‌િબ્રજ, પાલડી અને વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે. બીજી તરફ દલિત રેલીનું આજે અમદાવાદમાં આગમ થઇ રહ્યું હોઇ સરખેજ, ચાંદખેડા, કાલુપુર, સેટેલાઇટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે.

You might also like