અપહરણના છ દિવસ બાદ ડો. રાજેશ ઊંઝાથી મળ્યા

અમદાવાદઃ છ દિવસ બાદ અમદાવાદના અપહ્યત ડોક્ટર રાજેશ મહેતાની ભાળ મળી આવી છે. પોલીસે આ મામલે ઊંઝાથી બે આરોપઓની ઘરપકડ કરી છે મળતી માહિતી મુજબ ડોક્ટરના પરિજનો પાસેથી તેમને છોડવા માટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જો કે પોલીસે ડોક્ટરને હેમખેમ છોડાવી લીધા છે. ડોક્ટરને અપહરણકારો પાંચ દિવસ સુધી અલગ અલગ સ્થળો પર લઇ ગયા હતા.

ઝડપાયેલો એક આરોપી કલ્પેશ ડોક્ટરના ત્યાં જ નોકરી કરતો હતો. જ્યારે અન્ય આરોપી હિતેશ અગાઉ લૂંટના કેસમાં ઝડપાઇ ચૂક્યો છે. અપહરણકારોએ પકડાઇ જવાના ડરને કારણે ડોક્ટરની હત્યા કરવાનું કાવતરૂ ઘડ્યું હતું. પરંતુ તેઓ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડો. મહેતા ગત 19 ઓગસ્ટે પોતાની કારમાં ડીસા લેક્ચર આપવા જઇ રહ્યાં હતા. ત્યારે તેમનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.  અપહરણ બાદ બનાસકાંઠા પોલીસે આસપાસના જિલ્લાની પોલીસ, LCB, SOGની મદદ લઇને તપાસમાં રાત-દિવસ એક કરી નાંખ્યા હતા. પરંતુ તેમનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો.

You might also like