પોલીસ સાથે મળીને ખોટા રિપોર્ટ બનાવ્યા છે, સાચું કહી દો નહીં તો ‌િફટ કરી દઈશું

અમદાવાદ: વર્ષ ર૦૦૪માં અમદાવાદના કોતરપુર વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચે કરેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી ઈશરત જહાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબાની ફિદાઈન હતી તેવા મુંબઇના ર૬/૧૧ના હુમલાના આરોપી ડેવિડ કોલમેન હેડલીએ કરેલા ખુલાસા બાદ ઈશરત એન્કાઉન્ટરમાં રોજ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે ત્યારે અમદાવાદ એફએસએલના વધુ એક અધિકારીએ સીબીઆઇ અને સતીશ વર્મા સાથે મળીને કરેલી પૂછપરછમાં ખોટી રીતે કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે.

ઈશરત કેસની તપાસ કરતા સતીશ વર્માએ સિગારેટના ડામ દીધા હોવાની તથા ટોર્ચર કર્યું હોવાનો આક્ષેપ તાજેતરમાં જ કેન્દ્ર સરકારના તે વખતના અન્ડર સેક્રેટરી આર.વી.એસ. મણીએ કર્યાે છે ત્યારે અમદાવાદ એફએસએલના બે અધિકારીઓ ડેપ્યુટી ડાયરેક્ટર સતીશ ખંડેલવાલ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.એમ. મહેરીને પણ સતીશ વર્મા સામે ધમકી આપી હોવાના ગંભીર આક્ષેપો તાજેતરમાં કર્યા હતા.

અમદાવાદ એફએસએલના નિવૃત્ત સાય‌િન્ટ‌િફક ઓફિસર એમ.એમ. પાઠકે જણાવ્યું હતું કે સાયન્ટિફિક ઓફિસર તરીકે ઈશરત એન્કાઉન્ટરના ઘટનાસ્થળેથી જે નમૂના એકત્રિત કરવાના હતા તે કરી લીધા. આ સમયે અમારા ડેપ્યુટી ડાયરેક્ટર સતીશ ખેંડલવાલ પણ સાથે હતા.

આ ઘટનામાં અમે તપાસ કરીને ‌િરપોર્ટ પણ આપી દીધો અને હું વર્ષ ર૦૦૯માં નિવૃત્ત થયો. બે વર્ષ પહેલાં મને સીબીઆઇએ પૂછપરછ માટે ગાંધીનગર કચેરીમાં બોલાવ્યો. તે સમયે સીબીઆઇની કચેરીમાં સીબીઆઇના ડીવાયએસપી, ઇન્સ્પેક્ટર તથા ‌િસટના અધિકારી સતીશ વર્મા હાજર હતા. તેમણે મને બેલે‌સ્ટિક સંબંધિત કેટલાક પ્રશ્નો કર્યા હતા, જોકે મારો વિષય બેલે‌સ્ટિકનો નહીં હોવાથી મેં જવાબ આપવાનું ટાળ્યું હતું. જેથી સીબીઆઇના અધિકારીઓ મારી ઉપર ઉશ્કેરાઇ ગયા હતા અને અમને કહેવા લાગ્યા હતા કે પોલીસ (તપાસ કરતી એજન્સી ક્રાઇમ બ્રાંચ) સાથે મળીને તમે ખોટા બેલે‌સ્ટિક રિપોર્ટ બનાવ્યા છે તમે તપાસ ક્રાઇમ બ્રાંચ સાથે મળી ગયા છો. સાચું કહી દો, નહીં તો તમને પણ કેસમાં ‌િફટ કરી દઇશું.

સવારના નવ વાગ્યાથી લઇને રા‌ત્રિના ૧૧-૦૦ વાગ્યા સુધી મારી પૂછપરછ કરી હતી. સીબીઆઇએ મને ચાર વખત પૂછપરછ માટે સીબીઆઇ ઓફિસમાં બોલાવ્યો હતો, બે વખત સતીશ વર્મા હાજર હતા અને મને ખોટી રીતે કેસમાં ‌િફટ કરી દેવાની ધમકીઓ આપીને માનસિક ટોર્ચર કરતા હતા. સીબીઆઇ અમારી ધરપકડ કરશે તેવી વાંરવાર બીક સતાવતી. આ મુદ્દે તે વખતના ડાયરેક્ટર સતીશ ખંડેલવાલ તથા ઉપરી અધિકારીઓને પણ જાણ કરી હતી.

You might also like