ચૂંટણીને લઈ પોલીસતંત્ર એલર્ટઃ શહેરમાં ઠેરઠેર ગાડીઓનું ચે‌કિંગ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં કડક આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આવા સમયે દારૂ અને રૂપિયાની મોટા પ્રમાણમાં હેરફેર થતી હોય છે. આવી સ્થિતિમાં પોલીસે ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. રિવરફ્રન્ટ પરથી પસાર થતાં તમામ વાહનને ચેક કરવા માટેની પોલીસે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં વાહનનું સઘન ચે‌િકંગ શરૂ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં લોકસભાની ર૬ બેઠક આવેલી છે ત્યારે હાલ રાજ્યમાં કડક આચારસંહિતાનો અમલ શરૂ કરાયો છે, જેમાં ખાસ કરીને ચૂંટણી સમયે જ રાજકીય નેતાઓ મતદારોને રીઝવવા માટે મોટા પાયે નાણાકીય લેવડદેવડ કરતા હોય છે તેમજ મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે ત્યારે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના આચારસંહિતાના નિયમના આદેશના પગલે પોલીસની અલગ અલગ ટીમ બનાવીને વાહનોનું સઘન ચે‌કિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, સાથે જ ગુજરાતની સરહદેથી ગુજરાતમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ કે દારૂ ઘુસાડવામાં આવે નહીં તે માટે ચેકપોસ્ટ પર પોલીસ સઘન ચે‌િકંગ કરે છે તો સીસીટીવી કેમેરાથી ગુજરાતમાં આવતી દરેક ગાડીઓનું મોનિટરિંગ થઈ રહ્યું છે તેમજ શહેરના સીસીટીવી પર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

ગઇ કાલે મોડી રાતે રિવરફ્રન્ટ પોલીસે સઘન ચેંકિગ શરૂ કર્યું હતું. રિવરફ્રન્ટ ગાર્ડન પાસે પોલીસની ટીમે વાડજથી પાલડી તરફ જતી તમામ ગાડીઓનું એક પછી એક ચે‌િકંગ કર્યું હતું. આ સિવાય શહેરનાં તમામ પ્રવેશદ્રાર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સંવેદનશીલ વિસ્તારો તેમજ ભાંડફો‌િડયા તત્વો ઉપર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે તથા આંગ‌િડયા પેઠી ઉપર પણ પોલીસે વોચ રાખી છે અને નાણાકીય વ્યવહારો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

You might also like