હેલ્લો પોલીસ કંટ્રોલ રૂમ.. સાહેબ મારે ગેસ બુકિંગ કરવાનું છે

અમદાવાદઃ હેલ્લો,સાહેબ મારે ગેસ બુકિંગ કરવાનું છે, હેલ્લો સર મારે શાહીબાગ……….. જગ્યા પર જવું છે તો ક્યાંથી જવાય…દિવસના બે થી અઢી હજાર ફોન રીસીવ કરતા પોલીસ કંટ્રોલરૂમના કર્મચારીઓ આવા ફોન કોલથી પરેશાન થઇ ગયા છે.દિવસના 200 જેટલા આવા ફેક ફોન કોલસ પોલીસ કંટ્રોલરૂમમાં આવી રહ્યા છે.

પોલીસ કંટ્રોલરૂમમાં ફોન મિસ થતા પોલીસ કર્મચારીઓ દ્વારા સામેથી ફોન કરી અને લોકોને મદદ માટે પૂછવામાં આવે છે પરંતું પોલીસ કર્મીઓને ‘ચોર ઉલટા કોતવાલ કો દંડે’ તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ કંટ્રોલરૂમમાં 1600 જેટલા મિસ કોલ આવ્યા હતા જેમાં એક પણ કોલ પોલીસ મદદ માટે નહી પરંતુ ફેક ફોન કોલસ હોવાનું બહાર આવ્યું હતું.

લોકોને પોલીસની તાત્કાલિક  મદદ મળી રહે તે માટે પોલીસ દ્વારા 100 નંબર જાહેર કરવામાં આવ્યો છે જે પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો હોય છે. 100 નંબર પર છેલ્લા કેટલાક મહિના થી ફેક કોલ્સની સંખ્યા વધી ગઈ છે.પોલીસ કંટ્રોલરૂમમાં ‘હેલ્લો,સાહેબ મારે ગેસ બુકિંગ કરવાનું છે, હેલ્લો સર મારે શાહીબાગ………..જગ્યા પર જવું છે તો ક્યાંથી જવાય,મારે રિચાર્જ કરવું છે તો કઈ રીતે કરાવું’ અવ કોલ્સ આવતા હોય છે.

જેના કારણે પોલીસ કારણીઓ હેરાન પરેશાન થઇ ગયા છે અને આવા ફોન આવતા કંટ્રોલરૂમમાં ફોન ન લગતા જેઓને ખરેખર પોલીસની મદદ જોતી હોય છે તે તાત્કાલિક મળતી નથી. પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે  પોલીસ કંટ્રોલરૂમ લોકોની મદદ માટે છે પોલીસની મહત્વની સેવા છે.લોકોએ પોલીસના 100 નંબરને ગંભીરતાથી લેવો જોઈએ.રીચાર્જ અને બીલની ચુકવણી જેવી બાબતો માટે ફોન ન કરવો જોઈએ.100 નંબર લોકોને પોલીસની મદદ માટે છે અવ ફેક કોલ્સથી જેને પોલીસની તાત્કાલિક જરૂરીયાત છે તેને મદદ નથી મળી શકતી.

 

You might also like