વડોદરામાં લાંચિયા અધિકારીનો રૂપિયા પડાવતો વીડિયો વાયરલ, ઘટના કેમેરામાં કેદ

વડોદરાઃ કરજણ ટોલનાકા નજીક ખાખીને શર્મસાર કરતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. કરજણ ટોલનાકા નજીક ટ્રક ચાલકો પાસેથી ખુલ્લેઆમ 1-1 હજારની લાંચ લેતો એક વીડિયો સામે આવ્યો છે.

આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, વડોદરા રૂરલ પોલીસની કાર પાસે બે શખ્સો ટોલનાકા પાસે ઊભાં છે અને ટોલનાકા પરથી પસાર થતાં તમામ ટ્રકોને રોકીને 1-1 હજાર રૂપિયા ઉઘરાવી રહ્યાં છે.

મહત્વનું છે કે જે ટ્રક ચાલકો છે તે હિમાચલ પ્રદેશનાં ટ્રક ચાલકો છે કે જેમની પાસેથી રૂ.1-1 હજાર ગેરકાયદેસર રીતે પડાવવામાં આવ્યાં છે. કાયદાનો ડર બતાવી પોલીસે કરી ‘ઉપર’ની ઉઘરાણી કરી હતી

આ રૂપિયા આપ્યાં બાદ જ ટ્રક ચાલકને આગળ જવા દેવામાં આવી રહ્યાં છે. જો કે એક જાગૃત ટ્રક ચાલકે આ લાંચિયાઓનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. મહત્વનું છે કે, પહેલાં તો આ લાંચિયા અધિકારીઓ ટ્રક ચાલકોને 6થી 7 હજાર દંડ ફટકારવાની ધમકી આપે છે.

જે બાદ 2 હજાર રૂપિયાની લાંચ માગે છે અને અંતે 1-1 હજાર રૂપિયા લઈને ટ્રક ચાલકોને જવા દેવામાં આવે છે. ત્યારે કોણ છે આ ખાખીને બદનામ કરતા આ લાંચિયા અધિકારીઓ તે પણ એક મોટો સવાલ છે.

You might also like