Categories: Gujarat

હેડ કોન્સ્ટેબલે ‘રાજાપાઠ’માં કાર ચલાવી સાઈકલચાલકને ઉડાવ્યો

અમદાવાદ: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી દરમિયાન દારૂ પીધા બાદ કાર લઇને ઘરે પરત ફરી રહેલા હેડ કોન્સ્ટેબલે બહેરામપુરા વિસ્તારમાં સાઈકલ પર જઇ રહેલા વૃદ્ધને અડફેટમાં લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે કાગડાપીઠ પોલીસે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી તેમને જામીન પર મુક્ત કર્યા છે. પોલીસકર્મીઓ દારૂ પીએ છે તે સૌ કોઇને ખબર છે, પરંતુ હવે પોલીસકર્મીઓ ફરજ પર હાજર હોય ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં હોય છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતાંય તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે, પરંતુ જ્યારે કોઇ પોલીસકર્મીથી અકસ્માત સર્જાય કે પછી તે ક્યાંક ઝઘડો કરે ત્યારે તેમના વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે છે.

બહેરામપુરા વિસ્તારમાં આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ મનુભાઇ દેવજીભાઇ વાઘેલા આંબાવાડી વિસ્તારમાં સમક્ષ ફ્લેટમાં ‌િસક્યો‌િરટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ગઇ કાલે સવારે મનુભાઇ પોતાની નોકરી પૂરી કરી ઘર તરફ સાઇકલ લઇને જતા હતા તે સમયે બહેરામપુરા મેલડી માતાના મંદિર પાસે એક પુરઝડપે આવતી ફ્રન્ટી કારે તેમને અડફેટમાં લઇને અકસ્માત સર્જ્યો હતો. કારની સ્પીડ એટલી વધારે હતી કે સાઈકલની ટક્કર વાગતાં મનુભાઇ રોડ પર પટકાયા હતા. અકસ્માત જોતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને મનુભાઇને તત્કા‌િલક સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારચાલક પણ ફરાર થવાની જગ્યાએ ઘટનાસ્થળે ઊભો રહ્યો હતો.

સ્થાનિકોએ અકસ્માત સર્જનાર ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો, જેમાં તેણે પોલીસની વરદી પહેરી હતી. અકસ્માતની જાણ સ્થાનિકોએ પોલીસને કરતાં કાગડાપીઠ પોલીસ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કારચાલકની અટકાયત કરી હતી.

પોલીસ કારચાલકની પૂછપરછ કરતાં તેમનું નામ રમેશ અલ્હાજી ખરાડી હોવાનું જાણવા મળ્યું હતું. રમેશ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને દાણીલીમડા પોલીસ લાઇનમાં રહે છે. રમેશની શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નાઇટ ડ્યૂટી હતી. નાઇટ ડ્યૂટી પતાવીને રમેશ ઘરે જતા હતા ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ જ્યારે રમેશને પકડી લીધા ત્યારે તેઓ ‌િચક્કાર દારૂ પીધેલી હાલતમાં હતા. ગઇ કાલે કાગડાપીઠ પોલીસ રમેશભાઇની ધરપકડ કરીને તેમણે દારૂ પીધો હતો કે નહીં તે માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગઈ હતી. આ મામલે કે-‌િડ‌િવઝનના એસીપી ચિંતન તા‌િરયાએ જણાવ્યું છે કે કોન્સ્ટેબલ ડ્યૂટી પૂરી કરીને ઘર તરફ જતો હતો ત્યારે આ અકસ્માતની ઘટના ઘટી હતી. તેની ધરપકડ કરી ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં હતો. હાલ તે જામીન પર મુક્ત છે, પરંતુ તેણે કઇ જગ્યાએથી દારૂ પીધો તે અંગેની તપાસ ચાલુ છે.

આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે ર૪ કલાક પહેલાં બનેલી આ ઘટનામાં કોન્સ્ટેબલે દારૂ ક્યાંથી પીધો તે અંગે પોલીસે હજુ સુધી કોઇ તપાસ કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે નાઇટ ડ્યૂટી દરમિયાન પોલીસકર્મીઓ દારૂ પીને ફરજ બજાવતા હોવાના અનેક કિસ્સા બન્યા છે. થોડાક દિવસ પહેલાં પણ બોપલમાં એ‌િક્ટવા પર પોતાની બહેનપણી સાથે જઈ રહેલી એક યુવતી સાથે એક યુવકે રોંગ સાઈડમાં આવીને અકસ્માત કર્યો હતો, જેના પગલે ઝઘડો થતાં આ યુવકે તેની માતા ઉપરાંત પોતાના પોલીસ કોન્સ્ટેબલ મામાને બોલાવી લીધા હતા, જેમાં દારૂના નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલ જોગેન્દરસિંહ ચૂડાસમાએ આ યુવતીની છેડતી કરી હતી. બોપલ પોલીસે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જોગેન્દરસિંહ ચૂડાસમાની ધરપકડ કરી હતી.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

2 days ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

2 days ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

2 days ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

2 days ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

2 days ago