Categories: Gujarat

ડૉ. પરિમલ ત્રિવેદી, મિનેષ શાહ સામે પોલીસ ફરિયાદ નોંધો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત એવા ફિક્સ ડિપોઝિટના વહીવટમાં ગેરરીતિ અાચરીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના મામલે પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી અને પૂર્વ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર મિનેષ શાહ સામે પોલીસમાં ફરિયાદ નોંધવા માટે યુનિવર્સિટીના રજિસ્ટાર દ્વારા લેખિતમાં અરજી કરવામાં અાવી છે. જો કે અરજી સુપરત કર્યાને ૧૫ દિવસ થવા છતાં પોલીસે કોઈ જ કાર્યવાહી કરવામાં અાવી નથી.

ગુજરાત યુનિવર્સિટીની બેન્ક ડિપોઝિટના વહીવટમાં ર૦૦૬-૦૭ અને ર૦૦૭થી ર૦૦૯ દરમિયાન નાણાકીય ગેરરીતિઅો તેમજ નાણાકીય ગેરશિસ્ત થઇ હોવાની બાબત બહાર અાવી હતી. અા મામલે સેનેટ સભ્ય દ્વારા રાજ્યપાલ અને તકેદારી અાયોગને લેખિતમાં ફરિયાદ કરવામાં અાવી હતી.

અા ફરિયાદના અાધારે રાજ્યપાલ અને તકેદારી અાયોગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ મારફતે અોડિટ ‍વિભાગ લોકલ ફંડ પાસેથી અહેવાલ મંગાવવામાં અાવ્યો હતો. અા અોડિટ અહેવાલમાં યુનિવર્સિટીની જુદી જુદી બેન્કોમાં મૂકવામાં અાવેલી ફિક્સ ડિપોઝિટની રકમ અંગે ગેરવહીવટ અને નાણાકીય ગેરશિસ્ત અાચરીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાના વ્યાજનું નુકસાન કરાવવામાં અાવ્યું હોવાનું બહાર અાવ્યું હતું.

અા અહેવાલ પ્રમાણે યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ અને રજિસ્ટ્રાર દ્વારા વર્ષ ર૦૦૬-૦૭ અને વર્ષ ર૦૦૭થી ર૦૦૯ દરમિયાન ફિક્સ ડિપોઝિટના મામલે કરાયેલા નાણાકીય ગેરવહીવટના કારણે યુનિવર્સિટીને કુલ રૂ. ર,૬૭,૪૬,૮૪૧ તેમજ રૂ.૭૦,૦૪,૮૦૦ મળીને કુલ રૂ.૩,૩૭,પ૧,૬૪૧ જેટલી માતબર રકમનું નાણાકીય નુકસાન થયું હતું.

અા અંગે સેનેટ સભ્ય દ્વારા રાજ્યપાલ અને તકેદારી અાયોગને કરાયેલી રજૂઅાતમાં રાજ્યપાલ અને તકેદારી અાયોગ દ્વારા તપાસ કરીને તત્કાલીન કુલપતિ અને રજિસ્ટ્રારને જવાબદાર ઠેરવ્યા હતા. અા મામલે રાજ્ય સરકારના સંબંધિત પ્રધાનોની મંજૂરી બાદ રાજ્ય સરકારના શિક્ષણ ‌વિભાગ દ્વારા તત્કાલીન અધ‍િકારીઅોને લેખિત અાદેશ કરીને તેમને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ ગત તા. ૧૦-૦પ-ર૦૧રના રોજ કરાયો હતો.

અા ઉપરાંત તકેદારી અાયોગ દ્વારા પણ અાવી ગંભીર નાણાકીય ગેરશિસ્ત અને ગેરરીતિઅોને અનુલક્ષીને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો અાદેશ કર્યો હતો. અા મામલે રાજ્ય સરકારે ફરી એક વખત ગત તા.ર૩-૧ર-ર૦૧૪ અને તા.ર૩-૦૧-ર૦૧પના પત્રથી ગુજરાત યુનિવર્સિટીને હુકમ કરીને અાવી નાણાકીય ગેરરીતિઅો, અનિયમિતતાઅો અને ભ્રષ્ટાચાર અાચરનાર અધ‍િકારીઅો અને કર્મચારીઅો સામે પગલાં લઈને તેનો એકશન ટેકન રિપોર્ટ માગ્યો હતો.

ત્યાર બાદ તા.ર૬-૦પ-ર૦૧૪ અને તા.૦૩-૦ર-ર૦૧પના રોજ પત્ર લખીને કુલપતિને બોલાવીને અા મામલે ફરિયાદ કરવા જણાવ્યું હતું. અા પ્‍ારિપત્રના મામલે કુલપતિ ડૉ. એમ. એન. પટેલ દ્વારા યુનિવર્સિટીના લીગલ સેલનો અભિપ્રાય મગાવવામાં અાવ્યો હતો. લીગલ સેલ દ્વારા પણ અા મામલે પોલીસ ફરિયાદ કરવાનો અભિપ્રાય અાપ્યો હતો.

અા તમામ અભિપ્રાયો બાદ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર દ્વારા જવાબદાર અધ‍િકારીઅો અને કર્મચારીઅો સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં ગત તા.૩૦-૧૧-ર૦૧પના રોજ ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં અાવી હતી. પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી અા મામલે ફરિયાદ નોંધવામાં અાવી નથી. જેના કારણે પોલીસની કામગીરી સમક્ષ અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે.

અરજી અને પુરાવાને ચકાસીને ફરિયાદ નોંધાશેઃ પીઆઇ રાજ્યગુરુ
આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ.એમ. રાજ્યગુરુનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે આ મામલે રજિસ્ટ્રાર દ્વારા અરજી કરવામાં આવી છે. જોકે સરકારી તંત્રના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની હોવાથી અરજદાર તેમજ પુરાવાને ચકાસ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવે છે. અરજદાર દિલ્હી ગયા હોવાથી તેમની પૂછપરછ અને પુરાવા મેળવી શકાયા નથી. ટૂંક સમયમાં તેમની મુલાકાત લઇ કાર્યવાહી હાથ ધરાશે.

admin

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

10 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

10 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

10 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

11 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

11 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

12 hours ago