પોલીસ વર્ગ-૩ની પરીક્ષા માટે હવે બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવામાં આવશે

અમદાવાદ: ગુજરાત પોલીસ વર્ગ-૩ની ૧૭,૫૩૨ કર્મચારીઅોની સીધી ભરતી માટે ૨૩ અોક્ટોબરે યોજાનારી લેખિત પરીક્ષામાં પહેલી વાર દરેક ઉમેદવારનું બાયોમે‌િટ્રક રજિસ્ટ્રેશન થશે.  અસલ ઉમેદવારના બદલે ડમી ઉમેદવાર પરીક્ષા અાપવાના અનેક કિસ્સા ભૂતકાળમાં બન્યા હોવાના પગલે હવે સરકારે અા ભરતીમાં પહેલી વાર અા નિર્ણય લીધો છે. જે હવે પછીની તમામ સરકારી ભરતીની પરીક્ષાઅોમાં અમલી થઈ જશે.દરેક કેન્દ્ર પર ઉમેદવારના બંને હાથની ફિંગરપ્રિન્ટ અને ફોટોગ્રાફ લેવાશે, જે ઉમેદવાર લેખિત પરીક્ષા બાદ ફિઝિકલ ટેસ્ટ માટે પસંદગી પામશે ત્યારે બાયોમે‌િટ્રક રેકોર્ડ મેચ કરવામાં અાવશે. પરીક્ષાનો સમય બપોરે ૧૨થી ૧નો છે, પરંતુ ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફની પ્રો‌િસજર કરવાની હોઈ દરેક ઉમેદવારે સવારે ૯ કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું પડશે. ફિંગર પ્રિન્ટ માટે ૫ાંચ કલાક વહેલાં ઉમેદવારોને બોલાવાયા હોવાનું ભરતી બોર્ડનાં સૂત્રોઅે જણાવ્યું હતું.

You might also like