સરકારી સહાયથી અપાતી સાઇકલના સ્પેરપાર્ટ્સ નીચે સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

728_90
અમદાવાદ, શુક્રવાર
બહારનાં રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો ‌િનતનવા કીમિયા અજમાવી રહ્યા છે. સરકારી સહાય માટે અપાતી સાઇકલના સ્પેરપાર્ટ્સ નીચે સંતાડેલો વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ટ્રક પોલીસે પાદરા નજીક સાંગમા કેનાલ પાસેથી ઝડપી લઇ સઘન કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્ય સરકાર દ્વારા શ્રમજીવીઓને રોજગારી માટે ગરીબ કલ્યાણ મેળામાં સાઇકલ આપવામાં આવતી હોય છે. આ સાઇકલના સ્પેરપાર્ટ્સ પંજાબના ભ‌િટંડાથી મંગાવવામાં આવે છે. હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રકમાં ભ‌િટંડાથી ગુજરાત સરકાર દ્વારા સહાય માટે અપાતી સાઇકલના સ્પેરપાર્ટ્સ ભરવામાં આવ્યા હતા અને આ સ્પેરપાર્ટ્સની નીચે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

પોલીસને આ અંગે ગુપ્ત માહિતી મળતાં પાદરા રોડ પર સાંગમા કેનાલ પાસે નાકાબંધી કરી પંજાબ પાસિંગની ટ્રકને ઝડપી લઇ તલાશી લેતાં ટ્રકમાંથી સાઇકલના સ્પેરપાર્ટ્સ નીચે છુપાવેલો રૂ.રર લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવી આવ્યો હતો. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
You might also like
728_90