જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર જીવલેણ હુમલો

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ પર હુમલો કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આણંદનાં બોરસદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર થયેલા આ હુમલામાં કોન્સ્ટેબલ અને PI ઘાયલ થયાં હતાં.

જો કે, પોલીસે રૂપિયા 8 લાખનાં મુદ્દામાલ સહિત 11 લોકોની અટકાયત કરાઇ હતી. જ્યારે જુગારધામ પરથી ચરસ અને ગાંજો પણ મળી આવ્યો હતો.

મહત્વનું છે કે આજે રાજ્યમાં બનતી આવી ઘટનાઓને લઇને ઘણાં બધાં સવાલો ઉભા થાય છે. જેવાં કે દેશમાં કાયદાની વ્યવસ્થાને જોતાં હવે એવો સવાલ પણ ઉભો થાય છે કે પોલીસ કેમ અસુરક્ષિત થઇ ગઇ છે?

કાયદો અને વ્યવસ્થાનાં હાલ કેમ બેહાલ થઇ ગયાં છે? કેમ રક્ષકનો જીવ પણ હવે જોખમમાં? જો સેવક જ મુશ્કેલીમાં મુકાશે તો પછી સામાન્ય જનતાની રક્ષા કોણ કરશે? જેવાં અનેક પ્રશ્નો ઉભા થાય છે.

You might also like