ગણતંત્ર એલર્ટ : 4 રાજ્યોમાંથી 25 શંકાસ્પદોની ધરપકડ

નવી દિલ્હી : ગણતંત્ર દિવસનાં પ્રસંગે સુરક્ષાને વધારે કડક કરી દેવાઇ છે. ચાર રાજ્યોમાંથી અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામને એએનઆઇ અથવા તો રાજ્ય પોલીસોએ ઝડપ્યા છે. આ તમામને કર્ણાટક, હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપનાં સાંસદ શાહનવાઝ હુસૈનને પણ ધમકી આપતો પત્ર મળ્યો છે. આ તમામની ધરપકડ બાદ ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ દેશવાસીઓને સુરક્ષીત વાતાવરણ આપવાની વાત કરી હતી હવે તેનાં પર કામ થઇ રહ્યું છે તેવું જણાવ્યું હતું.

કર્ણાટકનાં ગૃહમંત્રી જી.પરમેશ્વરે જણાવ્યું કે એનઆઇએએ 6 શંકાસ્પદની ધરપકડ કરી છે, જેમાં 4 બેંગ્લુરૂ,1 તુમકુર અને એકની ધરપકડ હુબલીથી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તમામ શંકાસ્પદોની એનઆઇએ દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. આ મુદ્દે વધારે જાણકારી આપી શકાય તેમ નથી. કાલ બેંગ્લોરમાં ફ્રેન્ચ કોન્સ્યુલેટને એક ઇમેઇલ મળ્યો હતો જેમાં રાષ્ટ્રપતિ ઓલાંદને ભારત નહી આવવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસનાં અનુસાર આ મેલ ચેન્નાઇથી મોકલવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે આજે એલર્ટ બહાર પાડ્યું છે. એલર્ટમાં પઠાણકોટથી ભાડે લાવવામાં આવેલી કારનો ઉલ્લેખ છે જેનાં ડ્રાઇવરનું શંકાસ્પદ પરિસ્થિતીમાં લાશ મળી હતી. બીજી ઘટનાં છે જેમાં કારની ભાળ નથી મળી રહી. તે અગાઉ નોએડાથી આઇટીબીપીનાં એક વરિષ્ઠ અધિકારીની લાલબત્તિવાળી કાર ગુમ થઇ ગઇ હતી. એનઆઇએ પાંચ શંકાસ્પદની હૈદરાબાદમાં શોધખોળ કરી રહ્યા છે. તેની પહેલા દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ઉતરાખંડનાં રૂડકીમાં ચાર શંકાસ્પદની ધરપકડ કરી હતી જેનાં આઇએસ સાથે સંબંધ હોઇ શકે છે. દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ પ્રસંગે આતંકવાદી હૂમલાનાં કાવત્રાનાં આરોપમાં 17 વર્ષીય એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી પર આરોપ છે કે તેણે બાબરી મસ્જીદની વરસી પ્રસંગે હૂમલાનું કાવત્રુ રચ્યું હતું. બાબરી મસ્જીદને તોડી પાડવામા આવ્યા બાદ પોતાનાં ગુસ્સાને તેણે ફેસબુક પર પણ શેર કર્યો હતો. તે ઉપરાંત તેણે ઘણી બધી વાતો પણ શેર કરી હતી. ધરપકડ કરાયેલ અખલાકઉર રહેમાન રૂડકી પોલીટેકનીકમાં અભ્યાસ કરે છે.

You might also like