રૂ.૧પ કરોડનું ફૂલેકું ફેરવનાર બંટી-બબલી ઝડપાયા

અમદાવાદ, ગુરુવાર
રાજ્યના જુદા જુદા જિલ્લામાં ખેડૂતો અને વેપારીઓના રૂપિયા ૧પ કરોડની રકમ ખંખેરી રહેલા બંટી-બબલીને મહીસાગર પોલીસે આબાદ ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ર૦૧૦ની સાલમાં વડોદરા ખાતે ઓફિસ ખોલી કેતન ડામોર આ કંપનીનો સીઇઓ બન્યો હતો અને તેની પત્ની લક્ષ્મીને સીએમડી બનાવી હતી. આ પછી તેમની કંપનીમાં ડિરેકટરોની નિમણુંક કરી ગ્રાહકો પણ બનાવ્યા હતા. ત્યારબાદ આ ભેજાબાજ બંટી-બબલીએ ખેડૂતો અને વેપારીઓને અનાજના ડબલ ભાગ આપવાની લાલચ આપી અનાજની ખરીદી કરી હતી.

ત્યાર બાદ ખેડૂતો અને વેપારીઓને તેમના પૈસા પરત નહીં કરી બંટી-બબલી ફરાર થઇ ગયા હતા. મહીસાગર પોલીસે ટેકનીકલ સપોર્ટથી અલગ અલગ ટીમ દ્વારા વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં ચોક્કસ બાતમી મળતા પોલીસે રૂપિયા ૧પ કરોડનું લોકોનું ફુલેકુ ફેરવનાર આ બંટી-બબલીને રાજકોટ ખાતેથી ઝડપી લીધા હતા. પોલીસે બંનેને રિમાન્ડ પર મેળવી આગળની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

You might also like