દિલ્હી : ચિલ્ડ્રન હોમમાં છોકરીઓને નગ્ન કરીને તેમની સાથે કરતો ગંદુ કામ

નવી દિલ્હી : જાતીય સતામણીનાં આરોપમાં રાજધાનીનાં એક સરકારી ચિલ્ડ્રન હોમનાં હેડની ધરપકડ કરવામાં આવી છે. ચિલ્ડ્રન હોમનાં હેડ પર 10થી વધારે છોકરીઓએ શોષણનાં આરોપ લગાવ્યા હતા. ગુરૂવારે દિલ્હીનાં ચાઇલ્ડ વેલફેર મિનિસ્ટર સંદીપ કુમારે પીડિત છોકરીઓ સાથે મુલાકાત કરી હતી. પોલીસે જણાવ્યું કે પીડીત છોકરીઓ અને બાલ નિકેતનનાં અન્ય વર્કર્સનાં નિવેદન રેકોર્ડ કર્યા બાદ ચિલ્ડ્રન હોમનાં હેડ આર.એશ મીણાની ધરપકડ કરવામાં આવી છે.

આ ચિલ્ડ્રન હોમમાં બચાવાયેલા બાળ મજૂરો, માનવ તસ્કરી કૌભાંડમાંથી મુક્ત કરાયેલા બાળકો અને છોકરીઓને રાખવામાં આવતી હતી. સીનિયર પોલીસ ઓફીસર સતીશ કેને જણાવ્યું કે આ મુદ્દે મેડિકલ તપાસ બાદ જાતીય હૂમલાનાં કેસની પૃષ્ટી થતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કસ્તુરબા નિકેતન નામથી આ ચિલ્ડ્રન હોમ દિલ્હીનાં લાજપતનગર વિસ્તારમાં આવેલું છે. ચિલ્ડ્રન હોમ વુમન એન્ડ ચાઇલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

પોલીસ તપાસ અને રેકોર્ડ કરાયેલા નિવેદન અનુસાર ચિલ્ડ્રન હોમ હેડ મીણા છોકરીઓને મેડિકલ તપાસનાં બાહને રૂમમાં લઇ જતો હતો. ત્યાં છોકરીઓને નગ્ન કરીને તેમનાં વીડિયો રેકોર્ડિંગ કરતો હતો. બાદમાં છોકરીઓ સાથે નગ્ન હાલતમાં જ સેલ્ફી લેતો હતો. જો તેમ છોકરીઓ ન કરે તો પહેલા લાલચ આપતો અને તેમ છતા પણ ન માને તો તેનાં પર વિવિધ પ્રકારે દબાણ અથવા તો તેને ધમકાવતો હતો.

You might also like