છત્તીસગઢ : બકરીનાં ગુનાનાં કારણે માલિકને પણ જવુ પડ્યું જેલ

કોરિયા : છત્તિસગઢ પોલીસે એક બકરીની ધરપકડ કરતા વિચિત્ર પરિસ્થિતી પેદા થઇ ગઇ છે. એક તરફ જ્યારે ચારે બાજુ હસાહસ થઇ રહી છે ત્યારે પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જો કે આ બકરી પર જજનાં બંગ્લામાં ઘુસવાનો આરોપ હતો. આ બકરી વારંવાર જજનાં બંગ્લામાં પ્રવેશીને તેનાં બગીચામાં રહેલા ફુલ અને વન્સપતિ ખાઇ જતી હતી. જો કે બકરી વિરુદ્ધ ફરિયાદ જજનાં પ્યૂન હેમંત રાત્રે દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરીને બકરીની ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે પોલીસે બકરી સાથે તેનાં માલિક અબ્દુલ હસનની ધરપકડ કરી છે. બકરી અને તેનાં માલિક પર કે કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં 2થી માંડી 7 વર્ષ સુધી સજાની જોગવાઇ છે. આ અંગે પોલીસે જણાવ્યું કે જજનાં બંગ્લામાં લોખંડનો ગેટ છે. જો કે બકરી વારંવાર આ ગેટ કુદીને આવી જતી હતી. ગાર્ડનની દેખરેખ કરનારા માળી દ્વારા વારંવાર બકરીનાં માલિકને ચેતવણી આપવામાં આવી હતી. જો કે તેણે લક્ષે નહી લેતા અંતે ફરિયાદ કરવામાં આવી હતી. જેનાં પગલે પોલીસે બકરી અને તેનાં માલિકની પોલીસે ધરપકડ કરી કહતી.
બકરી વારંવાર ગાર્ડનમાં ઘુસી જઇ પરેશાન કરતી હોવાની તથા તેનો માલિક પણ સમજતો નહી હોવાની મૌખીક વાત જજે પણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. જેનાં કારણે અંતે પોલીસ પર ઉચ્ચ દબાણ અને ફરિયા બાદ બાદ પોલીસે માલિક અને બકરી બંન્નેને પકડીને જેલ ભેગા કરી દીધા હતા.

You might also like