દારૂના કટિંગ વખતે જ પોલીસ ત્રાટકીઃ રૂપિયા 66 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદ: ધ્રાંગધ્રાના પથુગઢ ગામે બુટલેગરો વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરતા હતા ત્યારે પોલીસે ઓચિંતો છાપો મારતા ભારે નાસભાગ મચી ગઇ હતી. પોલીસે વાહનો અને વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ધ્રાંગધ્રા નજીક આવેલ પથુગઢ ગામમાં સથવારા સમાજની વાડી પાસે વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમી મળતા પોલીસે છાપો માર્યો હતો. અચાનક પોલીસ આવી જતા બુટલેગરો અને તેમના મળતિયાઓએ પોલીસની ચુંગાલમાંથી છૂટવા ભારે દોડધામ કરી મૂકી હતી.

પોલીસે દરોડા દરમ્યાન એક ટ્રક, એક ક્વોલીસ કર, એક ઝાયલો કાર ર૩૧૭ર વિદેશી દારૂની બોટલ, ૯૧૧ર બિયરના ટીન મળી રૂ.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો પથુગઢ ગામના હસન અબ્દુલનો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે. પોલીસે નાસી છૂટેલા શખસોની શોધખોળ શરૂ કરી છે.

You might also like