આંગડિયા પેઢીના કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે 4ની કરી ધરપકડ

અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં ગૂજરાત વિદ્યાપીઠ પાસે આંગડિયા કર્મીની લૂંટ કરવાના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હતી, ત્યારે હવે આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ઘટના બાદ ફરાર થયેલ આરોપીઓને પોલીસે ઝડપી કાઢ્યા હતા. પોલીસે 3 આરોપીઓની ઉત્તરપ્રદેશ અને 1 આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આંગડિયા પેઢીનો કર્મચારી 5લાખ ભરેલી બેગ લઈને મહેસાણા જવા માટે ગૂજરાત વિદ્યાપીઠ પાસેના બસ સ્ટેશને ઉભો હતો, ત્યારે લૂંટ કરવાના ઈરાદે આંગડિયા કર્મી પર 5 રાઉન્ડ ફાયરિંગ કરાયા હતા.

આ ફાયરિંગ બાદ આંગડિયા કર્મીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને તપાસ બાદ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે વધુ પૂછપરછ કરશે.

You might also like