બોર્ડર હાઈવે પર ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, બટાટાના કોથળા વચ્ચેથી નીકળી દારૂની બોટલો

રાજસ્થાનના અલવર જીલ્લાના નેશનલ હાઈવે 8 પર હરિયાણાથી ગુજરાતમાં લાવવામાં આવી રહેલ ગેરકાયદે દારૂનો ટ્રક ઝડપાયો હતો. આ ટ્રકમાંથી 25 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો હતો.

જો કે આ ટ્રક બટાટાના કોથળા હતા, પરંતુ બટાટાના કોથળા નીચે લાખોની દારૂ ભરેલી પેટીઓ પણ હતી. ટ્રકમાં બટાટાના કોથળાઓ નીચે લાખોની દારૂ સંતાડીને રાખવામાં આવેલી હતી.

કોઈને ખબર પણ ના પડે તે રીતે દારૂની બોટલો સંતાડવામાં આવી હતી. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ દારૂ ભરેલી ટ્રક હરિયાણાથી ગુજરાત શા માટે લાવવામાં આવી હતી, તેની માહિતી મળી નથી.

પોલીસે સૂચના મળ્યા બાદ શાહજહાપુર ચેક પોસ્ટ પર નાકાબંધી કરીને હરિયાણા તરફથી આવી રહેલા ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં દારૂની 676 પેટીઓ બટાટાના કોથળા વચ્ચે છૂપાયેલી હતી. આ દારૂની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે આંકવામાં આવી છે.

You might also like