જામનગર-જોડિયા રોડ પર ભાદરા નજીકથી 22 લાખની નોટો સાથે કોન્ટ્રાકટર ઝડપાયો

અમદાવાદ: જામનગર-જોડિયા રોડ પર ભાદરા ગામ નજીક પોલીસે ચેકિંગ દરમિયાન રૂ. ૨૨ લાખની ૫૦૦ અને ૧૦૦૦ દરની રદ થયેલી નોટો સાથે એક કોન્ટ્રાક્ટરને ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે જામનગર-રાજકોટ હાઈવે, પોરબંદર હાઈવે અને દ્વારકા હાઈવે પરથી રદ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટોની મોટાપાયે હેરાફેરી થઈ રહી હોવાની ગુપ્ત બાતમીના અાધારે જિલ્લા પોલીસવડાએ ઉપરોક્ત હાઈવે પર સઘન ચેકિંગ કરવા અાદેશ અાપ્યો હતો. અા અાદેશના પગલે જુદા જુદા હાઈવે પર ગઈ રાત્રી દરમિયાન પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં અાવ્યું હતું.

દરમિયાનમાં ગઈ મોડી રાતે જામનગર-જોડિયા રોડ પર પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી ત્યારે એક ઈનોવા કાર શકમંદ હાલતમાં પસાર થતાં પોલીસે તેને રોકી કારની તલાશી લેતાં તેમાંથી રદ થયેલી રૂ. ૫૦૦ અને ૧૦૦૦ના દરની ૨૨ લાખની નોટો મળી અાવી હતી. પોલીસે સુરત સ્થાયી થયેલા કોન્ટ્રાક્ટર રાજા માંડવની અટકાયત કરી અા નોટો ક્યાંથી લાવવામાં અાવી હતી અને ક્યાં લઈ જવાની હતી તે અંગે પૂછપરછ શરૂ કરી હતી, પરંતુ અા કોન્ટ્રાક્ટરે કોઈ સંતોષકારક જવાબ અાપ્યો ન હતો. પોલીસે અા અંગે અાવકવેરા વિભાગને જાણ કરતાં અાવકવેરા વિભાગે વધુ તપાસ શરૂ કરી છે.
visit : www.sambhaavnews.com

You might also like