ગાયના માંસનાં નામે યુવાનને માર મારનારા લોકોની ધરપકડ

મુંબઇ : નાગપુરમાં સ્કુટરની ડેકીમાં બીફ લઈ જવા મામલે એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. નાગપુરમાં ફરી એકવાર બીફના નામે ગુંડાગર્દીનો મામલો સામે આવ્યો છે. કથિત ગૌરક્ષકોએ એક યુવાનની બીફ મામલે પીટાઈ કરી હતી. આ ઘટના ત્યારે થઇ કે જયારે સલીમ ઇસ્માઇલ શાહ નામનો વ્યક્તિ પોતાની સ્કૂટી પર જઇ રહ્યો હતો. બસ સ્ટોપ પાસે એકત્ર થયેલા લોકએ તેને રોક્યો અને ગાયનું માંસ લઇ જઇ રહ્યો હોવાનું કહીને માર માર્યો હતો.

આ ઘટના નાગરપુર જિલ્લાના ભારશસગી ગામની છે. આ ઘટના બુધવારે બની હતી. જેનો વિડિયો વાઇરલ થયા બાદ પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યા છે. લોકો જયારે માર મારતા રહ્યાં ત્યારે સલીમે વિનંતી કરતા અનેક વાર કહ્યું કે મે ગાયને નથી મારી,આ ગૌમાંસ નથી તેમ છતા પણ ટોળાને મગજ નથી હોતું તે કહેવત અનુસાર તેને માર મારમારવામાં આવ્યો હતો.

તો બીજી તરફ ગુજરાતની મુલાકાતે આવેલા કેદ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ પણ ગૌરક્ષાના નામે થતી હિંસાને વખોડી કાઢી છે. કેદ્રીય મંત્રીએ રાજ્યસરકાર દ્વારા આ મામલે ન[ર પગલાં લેવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગૌ માંસના મુદ્દે મહારાષ્ટ્રમાં પણ હિંસાના મામલે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવી છે, જે મુદ્દે અથવલેએ કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકાર કડક વલણ દાખવશે તેવા વિશ્વાસ સાથે, ગૌ રક્ષનાઓના નામે કેન્દ્રની સરકારને બદનામ કરનારાને સામે પણ કાર્યવાહીની માંગણી કરી છે,

You might also like