સરકારનાં ઇશારે પોલીસ કામ કરી રહી હોય તેવું લાગે છેઃ મનોજ પનારા

અમદાવાદઃ હાર્દિક પટેલનાં ઉપવાસ આંદોલન મામલે SGVP હોસ્પિટલમાંથી હાર્દિકને ડિસ્ચાર્જ કર્યા બાદ પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી. જેમાં પનારાએ નિવેદન આપતા કહ્યું કે, હાર્દિકને ફરીથી ઉપવાસ છાવણીમાં લાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ચોરી અને લૂંટ કરનારા ખુલ્લેઆમ ફરી રહ્યાં છે. ભૂમાફિયા અને ખનન માફિયાઓ સામે કાર્યવાહી થતી નથી. આંદોલન કરનારને ગુનેગાર માનવામાં આવે છે.

રોજગારી અને અનામત માંગનાર સામે કેસ થાય છે. ગુજરાતમાં આઝાદી નથી. ગુજરાતમાં તાનાશાહી આવી ગઇ છે. ગુજરાતમાં લોકશાહીને ખતમ કરી નાખવાની પ્રયાસ થઇ રહ્યાં છે. પોલીસને હાથો બનાવી સરકારે દમનકારી નીતિ અપનાવી રહી છે. મીડિયા અને આંદોલનકારીઓ પર લાઠીચાર્જ થાય છે. સરકાર અંગ્રેજો કરતા પણ ખરાબ વર્તન કરી રહી છે. હાર્દિકનાં ઘરનું પાણી અને રાશન રોકવામાં આવ્યું છે.

સરકારે અમારા આગેવાનોની વાત પણ નથી માની. પોલીસને નવો ડોમ બાંધવા માટે વિનંતી કરી પણ અમારી વાત ધ્યાને ના લેવાઇ. પોલીસ સરકારના ઇશારે કામ કરી રહી હોય તેવું લાગે છે. સરકાર સમાધાન કરવા ઇચ્છતી હોય તેવું લાગતું નથી. સમાજનાં આગેવાનો અને યુવાનો સામ-સામે કરવાની સરકારની નીતિ જોવા મળી રહી છે. વધુ પાટીદાર યુવાનો ઉપવાસ છાવણી ખાતે પહોંચે એવી વિનંતી છે.

You might also like