રાજકોટમાં બાઈક સ્ટન્ટ કરતા યુવકોની પોલીસે જાહેરમાં કરી સરભરા

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે નીકળેલી રથયાત્રામાં ઉપલાકાંઠા વિસ્તારનાં ચૂનારાવાડ ચોકમાં બાઇકથી સ્ટન્ટ કરી લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષતા યુવાનને ભારે પડ્યું છે. રોફ જમાવી રહેલા તત્ત્વોએ રથયાત્રા જોવા ઊભેલી કેટલીક યુવતીની છેડતી અને તેમનું ધ્યાન ખેંચવા બાઈક પર સ્ટન્ટ કરવાનું શરૂ કરતા પોલીસે જાહેરમાં તેઓની સરભરા કરી હતી.

જન્માષ્ટમીની રથયાત્રામાં કેટલાંક લોકોએ પોલીસની ગેરહાજરીમાં બાઈક પર અવનવા કરતબો કરી સ્ટન્ટબાજી શરૂ કરી હતી. જોકે બંદોબસ્તમાં રહેલા પીઆઇ સહિતના સ્ટાફને કોઈ જાણ કરતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સ્ટન્ટ કરી રહેલા તત્વોની જાહેરમાં સરભરા કરી હતી. પોલીસની કામગીરીથી લોકોએ પણ ખુશ થઈને પોલીસને અભિનંદન આપ્યાં હતાં.

You might also like