રખિયાલમાં ઘનશ્યામ ઢોલિયાના અડ્ડા પર પોલીસના દરોડા 

અમદાવાદ: વરલી-મટકાનો જુગાર ફોનથી ચલાવવાના કૌભાંડનો પર્દાફાશ રખિયાલ પોલીસે કર્યો છે. ગઇ કાલે મોડી રાતે રખિયાલ વિસ્તારમાં આવેલી જૂની મેડાવાળી ચાલીમાં રખિયાલ પોલીસે રેડ કરીને મટકાકિંગ ઘનશ્યામ ઢોલિયાના 10 પન્ટરોની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 22 મોબાઇલ, 20 કેલ્ક્યુલેટર, 16 લાકડાનાં પાટિયાં સહિત વરલી-મટકાના આંકડા લખેલી ચીઠ્ઠીઓ કબજે કરી છે. ર‌િખયાલ પોલીસે ઘનશ્યામ ઢોલિયા સહિત 14 વ્યકિતઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. દેશમાં ચાલતા વરલી-મટકાના ધંધામાં કિંગ બનેલા દરિયાપુરના ઘનશ્યામ ઉર્ફે ઢોલિયો પ્રમોદભાઇ પટેલ વધુ એક વખત પોલીસની રડારમાં આવી ગયો છે. ર‌િખયાલ પોલીસે ગઇ કાલે મોડી રાતે રખિયાલ વિસ્તારમાં આવેલા જૂની મેડાવાળી ચાલીના મકાનમાં દરોડા પાડીને ટેલિફોનિક ચાલતા વરલી-મટકાના જુગારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હિતેશ દશરથભાઇ ઠાકોર સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓ ઘનશ્યામ ઢોલિયા, બીરેન પંચાલ, જફર બાટલી અને સાબીર પઠાણના ઇશારે વરલી-મટકાનો જુગાર રમાડતા હોવાનો ખુલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટનાસ્થળથી 22 મોબાઇલ ફોન, 20 કેલ્ક્યુલેટર, 5 વાહનો, એક ટીવી, 16 લાકડાનાં પાટિયાં, એક એરકૂલર, આંકડા લખેલી ડાયરીઓ તથા 5 ગાદલાં કબજે કર્યાં છે. તમામ આરોપીઓ ટેલિફોનિક દ્વારા વરલી-મટકાના આંકડા લખતા હતા. રાજ્યનાં અલગ અલગ શહેરોમાંથી તથા દેશનાં વિવિધ રાજ્યમાંથી વરલી- મટકાનો વેપાર કરતા સટ્ટો‌િડયાઓ પાસેથી આંકડા મંગાવતા હતા. છેલ્લા ઘણા સમયથી વરલી-મટકાનો ધંધો ચાલતો હોવાની બાતમીના આધારે ગઇ કાલે મોડી રાતે પોલીસે દરોડા પાડીને આરોપી પકડી પાડ્યા હતા.

શહેરના દરિયાપુર વિસ્તારમાં ઢોલિયાનો વરલી-મટકાનો કારોબાર ચાલતો હતો, જોકે છેલ્લાં ત્રણેક વર્ષથી દરિયાપુરમાં વરલી-મટકાનો ધંધો બંધ કરીને શહેરમાં વિવિધ જગ્યાએથી ચલાવે છે.

પકડાયેલા આરોપી
• ભાવિક દિલીપભાઇ દેસાઇ, રહે. રાયપુર
• મયૂર દેવેન્દ્રભાઇ પટેલ, રહે. સતાધાર
• અલ્પેશ હરગો‌િવંદભાઇ પ્રજાપતિ, રહે. દરિયાપુર
• અ‌િમત વિનોદચંદ્ર પટેલ, રહે. અસારવા
• નીરંજન રમણલાલ પંચાલ , રહે. ચાંદલો‌િડયા
• ક્રિપાલ પધ્યુમ્નભાઇ પટેલ, રહે. ચાંદલો‌િડયા
• દિલીપ શાંતિલાલ પટેલ, રહે. ઘાટલો‌િડયા
• હિતેશ દશરથ ઠાકોર, રહે. અસારવા
• યોગેશ પુષ્પવદન પટેલ, રહે. રાણીપ
• કેતન પ્રતાપસિંહ લોઢા, રહે. દરિયાપુર

વોન્ટેડ આરોપી
• ઘનશ્યામ ઉર્ફે ઢો‌િલયો પ્રમોદભાઇ પટેલ, રહે. દરિયાપુર
• બીરેન રમણભાઇ પંચાલ, રહે. ગુરુકુળ
• જફરખાન ઉર્ફે બાટલી, રહે. ર‌િખયાલ
• સાબીર ઉર્પે ક્વોટર પઠાણ, રહે. ર‌િખયાલ

You might also like