‘પોકેમોન ગો’ને હરામ ગણાવી ફતવો જારી કર્યો

બરેલી: બરેલીની વિશ્વ પ્રસિદ્ધ દરગાહ-અે-અાલા હજરતના મુફ્તી સલીમ નૂરીઅે ‘પોકેમોન ગો’ ગેમને હરામ ગણાવી છે. દક્ષિણ અાફ્રિકા અને મોરેશિયસના મુસ્લિમોઅે અા અંગે દરગાહની સલાહ માગી હતી. સલીમ નૂરીઅે ‘પોકેમોન ગો’ વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. તેમણે જણાવ્યું કે અા ગેમ શરિયતની વિરુદ્ધ છે. મુફ્તી સલીમે પોતાના ફતવાના સમર્થનમાં જણાવ્યું કે ગેમમાં શેતાનને ખૂબ જ તાકાતવાળો દર્શાવાયો છે, જ્યારે શેતાનને કોઈ પણ ધર્મમાં સ્થાન હોતું નથી. ગેમમાં શેતાનની શોધમાં લોકો ધાર્મિક સ્થળોની અંદર જૂતાં પહેરીને ઘૂસી જાય છે. ત્રીજું કારણ ગેમમાં કેમેરા અને મેપનો ઉપયોગ કરાયો છે. સલીમે કહ્યું કે અા ત્રણેય વસ્તુઅો શરિયત અનુસાર હરામ છે.

You might also like