Pok પાકનું અને જમ્મુ કાશ્મીર આપણી સાથે રહેશે : ફારૂક

નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરનાંપૂર્વ મુખ્યમંત્રી અને નેશ્નલ કોન્ફરન્સનાં નેતા ફારુખ અબ્દુલ્લાએ શુક્રવારે વિવાદિત વક્તવ્ય આપ્યું હતું.ફારુખે જણાવ્યું કે POK પાકિસ્તાન સાથે રહે અને જમ્મુ કાશ્મીર ભારતની સાથે રહેશે. તેણે તેમ પણ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન માત્ર વાતચીત દ્વારા જ કાશ્મીરનો ઉકેલ લાવી શકે છે.

સમાચાર એજન્સીનાં અનુસાર અબ્દુલ્લાએ કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાકિસ્તાનમાં જ છે અને રહેશે. જમ્મુ કાશ્મીર ભારતમાં છે અને રહેશે. હવે આપણે આ સમજીને સ્વિકારી લેવાની જરૂર છે.

UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા ફારૂક અબ્દુલ્લાએ આગળ જણાવ્યું કે યુદ્ધો કરવા ક્યારે પણ કોઇ વસ્તુનો ઉકેલ ન હોઇ શકે. માત્ર થોડા સૈનિકો આપણા મરશે થોડા તેમનાં. ઉકેલ તો માત્ર અને માત્ર વાતચીતથી જ આવશે.

You might also like