પેકેટમાં મળશે ઘર, સ્ક્રૂડ્રાઈવરથી જોડો

દુબઈમાં પોર્ટેબલ ફર્નિચર માટે એક ખૂબ જાણીતો સ્ટોલ છે. અહીં તમામ ફર્નિચર જાતે જ બનાવી શકાય તેવી સેલ્ફ કિટ આપવામાં આવે છે. આવી જ કિટ મલ્ટિપોડ સ્ટુડિયો નામની ફ્રેન્ચ આર્કિટેક્ટ કંપની આખુ ઘર બનાવવા માટે તૈયાર કરી રહી છે. અલગ અલગ સાઈઝના બોક્સમાં પેક કરીને કંપની તમને ઘર આપે છે.

midday_ajabતમે જ્યાં ઈચ્છો ત્યાં સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી ડિઝાઈન મુજબનું ઘર ઉભું કરી શકો છો. આ ઘર પોપ અપ હાઉસના નામે ઓળખાય છે. તેમાં લિવિંગરૂમ, કિચન, ડાઈનિંગ એરિયા અને ટેરેસ છે. આ ઉપરાંત બે બાથરૂમ એક ઓફિસ એક માસ્ટર બેડરૂમ અને બે નાના બેડરૂમ છે. તે ૧૬૧૪ સ્કવેરફીટનું ફૂલ્લી ફર્નિસ્ડ મકાન છે.

You might also like