નીરવ મોદીનું વધુ એક કૌભાંડ બહાર આવતાં પીએનબીના શેરમાં વધુ છ ટકાનું ગાબડું

અમદાવાદ: નીરવ મોદીના રૂ. ૧૧ હજાર કરોડથી વધુના બહાર આવેલા કૌભાંડ બાદ પીએનબીમાં નીરવ મોદીનો રૂ. ૧,૩૨૨ કરોડનો વધુ એક ફ્રોડ કેસ બહાર આવ્યો છે. બેન્ક સ્ટોક એક્સેચેન્જે નીરવ મોદી અને તેના બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સી દ્વારા રૂ. ૧,૩૨૨ કરોડ રૂપિયાના ફ્રોડ કેસ અંગે જાણકારી આપી હતી, જેના પગલે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી દ્વારા આચરાયેલા ફ્રોડનો આંકડો વધીને રૂ. ૧૨,૬૦૦ કરોડને પાર પહોંચી ગયો છે.

દરમિયાન બહાર આવેલા કૌભાંડના પગલે પીએનબીના શેરના ભાવમાં છ ટકાનો કડાકો શરૂઆતે નોંધાયો હતો. આ શેર ૬.૪૩ ટકાનો ઘટાડો નોંધાઇ રૂ. ૧૦૪.૯૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. આ બેન્કનો શેર બાવન સપ્તાહની નીચી રૂ. ૧૦૨.૧૦ની સપાટીએ આજે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે પીએનબીના બહાર આવેલા કૌભાંડ બાદ આ શેરમાં તોફાની વધ-ઘટની ચાલ નોંધાતી જોવા મળી છે. બે સપ્તાહમાં આ શેરના ભાવમાં ૩૪ ટકા ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

You might also like