PNB કૌભાંડ મામલો : પૂર્વ અધિકારી ગોકુલનાથ શેટ્ટીએ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

પંજાબ નેશન બેન્ક કૌભાંડ મામલે શનિવારના રોજ પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ બેન્કના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સહિત ત્રણ બેન્ક કર્મચારીઓની ધરપકડ કરી હતી.

શેટ્ટી સહિત બેન્કના કર્મચારી મનોજ ખરાત અને પીએનબી કૌભાંડ મામલાના મુખ્ય આરોપી નીરવ મોદી ગ્રુપના હેમન્ત ભટ્ટને સીબીઆઇની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં. જ્યાં ત્રણેય લોકોને 3 માર્ચ સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

સીબીઆઇની કસ્ટડીમાં કરવામાં આવેલી પૂછપરછમાં પૂર્વ અધિકારી ગોકુલનાથ શેટ્ટીએ સ્વીકાર કર્યો છે કે તેને LoU બહાર પાડવા અને રકમ માટે રિશ્વત આપવામાં આવતી હતી. શેટ્ટીએજણાવ્યું કે એલઓયુની રકમના આધારે ટકાવારી નક્કી કરવામાં આવતી. ગોકુલનાથ શેટ્ટીની કબૂલાત બાદ તપાસ એજન્સીઓને આગળની કાર્યવાહીમાં સરળતા થશે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇ ત્રણ આરોપીઓને એ બ્રાન્ચમાં લઇને ગઇ જ્યાં આ કૌભાંડ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી આઇપીઓ લાવવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ તે અગાઉ જ આ કૌભાંડ બહાર આવીગયું હતું. મીડીયાના અહેવાલ મુજબ નીરવ મોદીએ ગત વર્ષે આઇપીઓ માટે બેન્કર્સની નિમણૂંક કરી હતી.

You might also like