દેશનાં બેંકિંગ ઇતિહાસમાં પહેલી વાર PNBને 5367 કરોડનું નુકસાન

નવી દિલ્હી : દેશનાં જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકને જાન્યુઆરીથી માર્ચનાં ત્રિમાસિક ગાળામાં 5367 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતનાં બેંકિંગ ઇતિહાસમાં કોઇ બેંકને પહેલીવાર આટલું મોટુ નુકસાન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ એક ચેનલ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં બેંકને 81 કરોડનાં લાભનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

બેકોને એનપીએનાં માટે પ્રોવિઝનિંગ વધારવા એટલે કે ફંડ વધારવાનાં પગલે આ નુકસાન સહન કરવુ પડી રહ્યું છે. આ વર્ષે સરકારી બેંકોને અત્યાર સુધીમાં 14000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચુક્યું છે. સમીક્ષાધીન સમયમાં કંપનીઓને કુલ આવક 1.33 ટકા ઘટીને 13,276.19 કરોડ રૂપિયા રહી જે 2014-15ની ચોથી ત્રિમાસિકમાં 13,455.65 કરોડ રૂપિયા હતી. વસુલ ન કરવામાં આવનારા લેણા માટે રોકડ પ્રવધાનનાં કારણે 2015-16નાં ચોથાત્રિમાસિક ગાળા દરમિયાન લગભગ ત્રણગણું વધીને 10,485.23 કરોડ રૂપિયા થઇ ગયું છે. જે ગત્ત નાણાકીય વર્ષની આ સમયમાં 3834.19 કરોડ રૂપિયા હતો.

માર્ચનાં અંત સુધીમાં એનપીએ વધીને 12.90 ટકા થઇ ગયું હતું. જે ગત્ત વર્ષનાં આ સમયમાં 6.55 ટકા હતું. શુદ્ધ એનપીએ પણ વધીને 8.61 ટકા થઇ ગયું જે 2015-16નાં ચોથા ત્રિમાસિકમાં 4.06 ટકા હતું. આખા નાણાકીય વર્ષ દરમિયાન 3,064.58 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

You might also like