વિજય માલ્યા વિરુદ્ધ સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે બહાર પાડ્યું બીન જામીન પાત્ર વોરન્ટ

નવી દિલ્હી : બેંકોની લગભગ 9 હજાર કરોડ રૂપિયાની લોન લઇને વિદેશ ગયેલા વેપારી વિજય માલ્યાની વિરુદ્ધ પ્રિવેંશન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ આજે બિન જામીનપાત્ર વોરન્ટ બહાર પાડવામાં આવ્યા છે. શનિવારે ખાસ કોર્ટમાં ઇડીએ માલ્યાની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આવેદન આપ્યું હતું. તેની પહેલા કોર્ટમાં ઇડીએ જણાવ્યું હતું કે વિજય માલ્યાને જે 950 કરોડ રૂપિયા આઇડીબીઆઇથી લોન મળી હતી તેમાં તેણે 430 કરોડ રૂપિયા તેણે સંપત્તિ ખરીદવામાં ખર્ચયા હતા.

ઇડીએ કહ્યું કે તે સ્પષ્ટ જણાવ્યું કે સ્પષ્ટ રીતે નિયમોનું ઉલ્લંઘન છે અને તે સંપુર્ણ રીતે મની લોન્ડ્રીંગનો મુદ્દો છે. તેની પહેલા ઇડીએ વિજય માલ્યાને રજુ કરવા માટે 10 માર્ચથી 2 એપ્રીલ વચ્ચે ત્રણ વાર સમન બહાર પાડવામાં આવ્યા હતા. તેમી પહેલા માલ્યાઇ ઇડીને જણાવ્યુ હતું કે અત્યારે હાલ તે મેની પહેલા ભારત નથી આવી રહી છે. મેની વચ્ચે મેના અંતમાં તે ભારતમાં પરત આવે તેની સંભાવના છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે 17 બેંકોનાં 9000 કરોડ રૂપિયા ફસાયેલા છે.

સ્ટેટ બેન્ક દ્વારા વર્ષ 2015માં માલ્યાને વિલફુલ ડિફોલ્ટર બનાવ્યો હતો. ત્યાર બાદ બીજી ઘણી બેંકો પણ એવું કરી ચુકી છે. વિજય માલ્યાની સાથે તેની હોલ્ડિંગ કંપની યૂનાઇટેડ બેવરીજ હોલ્ડિંગ્સ પણ હાલ બંધ હાલતમાં છે. તેની કિંગફીશર એરલાઇન્સ પણ હાલ બંધ હાલતમાં છે. ઉપરાંત વિજય માલ્યા પણ દેશમાંથી ફરાર છે.

You might also like