પેટીએમ વોલેટ બેલેન્સ પર વીમા કવચ મળશે

નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં તમારા પેટીએમ વોલેટ બેલેન્સ પર તમને ઇન્સ્યોરન્સ કવર મળશે. દિન-પ્રતિદિન વધતા જતા ઓનલાઇન ફ્રોડને લઇને પેટીએમ પોતાના ગ્રાહકોને આ સુવિધા આપવાની તૈયારીમાં છે. આ માટે કંપની કેટલીય વીમા કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. પેટીએમ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે તે ઓનલાઇન ફ્રોડના વધતા જતા કિસ્સાને ધ્યાનમાં લઇને આ સુવિધા પોતાના ગ્રાહકોને આપવાની તૈયારી કરી રહી છે.

પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ કૃષ્ણ હેગડેએ જણાવ્યું હતું કે આ ઇન્સ્યોરન્સ કવર હેઠળ પેટીએમ વોલેટમાં રાખવામાં આવેલી રકમનો વીમો ઊતરાવવામાં આવશે અને તેમાં જો કોઇ પણ પ્રકારનું નુકસાન જશે તો વીમા કંપની તે ભરપાઇ કરશે. વીમા કવચના કારણે લાખો યુઝર્સને સુરક્ષા મળશે અને લોકો વધુ કમ્ફર્ટ સાથે પેટીએમમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે.

આ અગાઉ પેટીએમએ પોતાના યુઝર્સ અને મર્ચન્ટ્સ માટે કેટલાંક ખાસ ફીચર્સની જાહેરાત કરી હતી તેમાં ડિજિટલ વોલેટ સાથે સંકળાયેલ દુકાનદાર પોતાના બેન્ક એકાઉન્ટમાં મોબાઇલ વોલેટ દ્વારા દર મહિને રૂ. ૫૦ હજાર ટ્રાન્સફર કરી શકે છે.

You might also like