આતંકવાદ વિરુધ્ધ સહયોગ વધારવા વડાપ્રધાનનો અનુરોધ

કુઆલાલમ્પુર : પેરિસ અને માલીમાં થયેલા આતંકી હુમલા વચ્ચે ભારતે આસિયાન દેશોને આતંકવાદ વિરુધ્ધ સહયોગ વધારવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-આસિયાન સંમેલનને સંબોધન કરતાં આ અપીલ કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ભારતમાં પરિવર્તન લાવવાના લક્ષ્યની દિશામાં આગળ વધવાનો એક માર્ગ સુધારા છે.
વડાપ્રધાન મોદીએ ક્હ્યું કે આતંકવાદ એક વૈશ્વિક પડકાર તરીકે ઉભરી ગયો છે. તેનાથી આપણને સૌને અસર પહોંચી છે. આસિયાન સાથે અમારો દ્વિપક્ષીય સહયોગ સારો રહ્યો છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંધિ મંજૂર કરવાની દિશામાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગ કેવી રીતે વધારી શકાય તેને વિશે આપણે વિચારવું પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, મોટા ભાગના એશિયન અર્થતંત્ર એશિયાને આગળ લઇ જવા માટે પોતાના તમામ પ્રયાસ કરી ચુક્યા છે. હવે ૨૧મી સદીની આસિયાન સદી બનાવી દેવા માટેના પ્રયાસ કરવાનો નંબર ભારતનો છે. ભારત ૨૧મી સદીને એશિયાની સદી બનાવી દેવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
કુઆલાલમ્પુરમાં એશિયન બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારત અને આસિયાન તટસ્થ ભાગીદારો તરીકે છે. અમારા સંબંધો આજના નહીં બલ્કે વર્ષો જુના છે. જોરદાર વાતાવરણ વચ્ચે મોદીએ કહ્યું હતું કે, ૨૧મી સદી એશિયાની રહેલી છે.
એશિયન દેશોના ટ્રેક રેકોર્ડને જોઇને તેઓ આ વાત કરી શકે છે.
ભારતને લઇને દુનિયા દેશોમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લગભગ દરેક આર્થિક ઈન્ડિકેટરમાં વાત થઇ રહી છે કે, ભારત સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે. ૧૮ મહિના અગાઉની સરખામણીમાં ભારત ખૂબ ઝડપથી આગેકૂચ કરી રહ્યું છે.
આઈએમએફ અને વર્લ્ડ બેંક પણ આ વર્ષે અને ત્યારબાદના વર્ષો માટે ભારત પાસેથી ખુબ સારી અપેક્ષા રાખે છે. ભારતમાં આવીને બદલાયેલા પવનની ગતિને જોવા તમામ કારોબારીઓને મોદીએ અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરહદ પાર પવનને પહોંચવામાં હજુ સમય લાગશે.
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારત તમામ ગતિવિધિને ઝડપી કરવા માટે તૈયાર છે. ભાજપ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં વધી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા ઝુંબેશની પણ મોદીએ વાત કરી હતી. તેમણે જનધન યોજનાની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, એક વર્ષથી પણ ઓછા સમય ગાળામાં કરોડો બેંક ખાતા ખુલી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મલેશિયામાં છવાયેલા રહ્યા હતા. બે મહત્વપૂર્ણ કાર્યક્રમ આસિયાન અને ઇસ્ટ એશિયા સમિટમાં હાજરી આપવા માટે પહોંચેલા મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ભારત વૈશ્વિક મેન્યુફેકચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે. મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્જો સાથે પણ વાતચીત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે ભારત અભૂતપૂર્વ તકોની ભૂમિ છે, કારણ કે ભારતના ૫૦થી વધારે શહેરો મેટ્રો રેલ સર્વિસ માટે તૈયાર છે.
સાથે સાથે રિનેવેબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યુ છે. અમારા લોકશાહી મુલ્યો અને ન્યાયિક વ્યવસ્થા રોકાણકારોના મુડીરોકાણની ખાતરી છે. બિઝનેસ કરવા માટે ભારતને આધુનિક બનાવી દેવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે ભારત તમામ રોકાણકારોના બૌદ્ધિક સંપત્તિના અધિકારને જાળવી રાખવા માટેે પણ કટિબદ્ધ છે. મોદીએ કહ્યુ હતુ કે જીડીપીમાં સતત વધારો થઇ રહ્યો છે. ફુગાવામાં ઘટાડો થઇ રહ્યો છે.
એફડીઆઇમાં વધારો થઇ રહ્યો છે. ખાતાકીય ખાદ્ય ઘટી રહી છે. વ્યાજદર ઘટી રહ્યા છે. ટેક્સ રેવન્યુની રકમ વધી રહી છે. ડોલરની સામે રૂપિયો સ્થિર થઇ રહ્યો છે. મોદીએ કહ્યુ હતુ કે ૬૫ વર્ષની પરંપરાથી આગળ વદીને અમે વિદેશ નિતીમાં સામેલ થઇ રહ્યા છીએ. એક અબજથી વણ વધુની વસ્તી સાથે ભારત અભૂતપૂર્વ તકો ધરાવે છે. જેના કારણે વિકાસની વ્યાપક તક રહેલી છે.

You might also like