મને દેશની યુવા શક્તિ પર ગર્વ: PM મોદી

નવી દિલ્હી: દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે NCCના એક કાર્યક્રમને સંબોધિત કરતાં ગેશની યુવા શક્તિના વખાણ કરતાં ટેકનીકના ફાયદા પણ ગણાવ્યા.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ‘NCC નો ભાગ હોવો એક અનોખો અનુભવ છે. એનાથી ભારતની વિવિધતા અને મજબૂતીની ઝલક મળે છે. હું જ્યારે પણ NCC ના છાત્રોને જોવું છું ત્યારે મને દેશની યુવા શક્તિ પર ગર્વ થાય છે.’ NCC નો દરેક છાત્ર પોતાના પરિવાર અને સમાજમાં ફેરફાર લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.’

પ્રધાનમંત્રીએ પોતાના યુવાવસ્થાના દિવસો યાદ કરતાં કહ્યું કે, ‘NCC રેલીમાં મોદીએ કહ્યું કે હું તમારી જેમ હોંશિયાર નહતો, એટલા માટે હું એક પણ વખત પરેડમાં ભાગ લઇ શક્યો નહીં.’ NCC માં અનુશાસન અને સાથે મલીને ચાલવાની મોટી વિશેષતા હોય છે. એમણે કહ્યું કે NCCના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનને પણ પોતાનું બનાવી લીધું હતું.


નોટબંધી અને ડિજીટલ લેણદેણ પર કહેતા પ્રધાનમંત્રી મોદીએ એનો ઉપયોગ કરીને દેશને સાચી દિશામાં યોગદાન આપવા માટેની અપીલ કરી હતી.

You might also like