આજે તમિલનાડુમાં PM: ચૈન્નઈમાં વરસાદના કારણે થયેલા નુકશાન માટે મદદનું આશ્વાસન

ભારતીય જનતા પાર્ટી તમિલનાડુના અધ્યક્ષ તામિલિસાઈ સુંદરરાજને જણાવ્યું કે, ‘પીએમ મોદી આજે તમિલ પેપરના 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે ભાગ લેશે.’ તેમણે જણાવ્યું હતું કે, પીએમની સુરક્ષા માટે તમિલનાડુમાં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય સચિવ મુરલીધર રાવે ટ્વિટ કર્યું હતું કે, ‘વડાપ્રધાન આજે તમિલનાડુમાં છે અને તે રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિ સાથે મુલાકાત કરશે.’ કરુણાનિધિના ગોપાલાપુરમ સ્થિત નિવાસસ્થાને બપોરે 12ય30 વાગ્યે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થશે.

ભારે વરસાદના કારણે ચૈન્નઈમાં ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરતા વડાપ્રધાન મોદીએ કેન્દ્ર તરફથી સહાયતા કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત વડાપ્રધાન મોદી વરિષ્ઠ અધિકારી ડૉ. ટીવી સોમનાથનની પુત્રીના લગ્નમાં પણ સામેલ થશે.

You might also like