સ્વતંત્રતા દિવસનાં ભાષણ અંગે લોકો પાસેથી મોદીએ માંગ્યા સુચન

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ 15 ઓગષ્ટનાં દિવસે લાલ કિલ્લા પરથી પોતાનાં ભાષણ અંગે સામાન્ય લોકો પાસેથી સલાહ સુચન માંગ્યા છે. સામાન્ય લોકો પાસેથી સુચનોનાં આમંત્રણનો આ સંદેશ કેટલીક સરકારી વેબસાઇટ્સ પર નાખી દેવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન તરફથી અપાયેલા નિવેદનનું ભાષણ સંભવનત વર્ષનું સૌથી મહત્વપુર્ણ ભાષણ હોય છે. આ જ કારણે વડાપ્રધાને પોતાનાં ભાષણને તૈયાર કરવામાટે સામાન્ય લોકો પાસેથી વિચારો માંગ્યા હતા અને સલાહ પણ માંગી હતી.

વડાપ્રધાને પોતાનાં સંદેશમાં લખ્યું કે, ગત્ત વર્ષની જેમ જ આ વખતે પણ વડાપ્રધાને જનતાનાં તે વિચાર, સલાહ, સલાહ અને પોતાનો દ્રષ્ટિકોણ વડાપ્રધાનને આપવાકહ્યું છે. તેમાં આગળ કહેવાયું કે સામાન્ય જનતા તેનાં માટે my Govની વેબસાઇટ પર અથવા નરેન્દ્ર મોદીની વેબસાઇ ટ અને મોબાઇલ એપ્લિકેશન પર પોતાની સલાહ અને સુચનો આપી શકે છે.

કાર્મિક મંત્રાલયની વેબસાઇટ પર એક સંદેશમાં કહેવામાં આવ્યું છે, તમે આપેલા આઇકોનપર ક્લિક કરો અનેપોતાનાં વિચાર વ્યક્ત કરો. વડાપ્રધાન મોદી પોતે આનો અભ્યાસ કરશે. તેમાં આગળ કહેવાયું કે આ તમામમાં સારા સુચનોને 15 ઓગષ્ટે અપાનારા વડાપ્રધાન મોદીનાં ભાષણમાં તેનો સમાવેશ કરવામાં આવશે. મોદી આ વખતે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે પોતાનું ત્રીજુ ભાષણ આપશે.

You might also like