સ્વચ્છતા હવે સૌંદર્ય સાથે જોડાઇ ગઇ છે : યુવાનો અને ખેડૂતો પર ભરોસો : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ મનકી બાતનાં પહેલા સંસ્કરણમાં કહ્યું કે આ કાર્યક્રમ તેમનાં માટે ખુબ જ મહત્વપુર્ણ છે. તે ન માત્ર લોકોની ભાવનાઓ મારા સુધી પહોંચાડે છે, પરંતુ હું મારા વિચારો પણ સીધા જ લોકો સમક્ષ મુકી શકું છું. વડાપ્રધાને આ વખતે સ્ટાર્ટ અપ કાર્યક્રમનાં ફાયદાઓ અંગે માહિતી આપી હતી. તો સોલાર ચરખાની સફળતા અંગે પણ વાત કરી હતી. વડાપ્રધાને હરિયાણામાં યુવતીઓની વધી રહેલી સંખ્યાને પણ સામાજિક વિચારસરણીમાં ફેરફાર જણાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ટુંક જ સમયમાં દેશવાસીઓને તેમની માતૃભાષામાં આ કાર્યક્રમ સાંભળવાની તક મળશે.
ખાદી માત્ર એક પોશાક નહી પરંતુ એક પ્રતિક છે ત્યાગનું. સમર્પણનું, દેશનાં સ્વતંત્રતા આંદોલનનું. આ દેશનાં યુવાનોની ઓળખ બની ચુકી છે. ખાદી ઉદ્યોગનો વિકાસ કરીને આપણે વિશ્વ સમક્ષ એક દ્રષ્ટાંત મુકી શકીએ છીએ. ખાદીમાં કરોડો લોકોને રોજગારી આપવાની ક્ષમતા છે. દેશમાં 16 જાન્યુઆરીએ સ્ટાર્ટ અપ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. મે અનુભવ્યું કે દેશનાં નવયુવાનોમાં ઉત્સાહ, ઉમંગ અને જોશનો સંચાર થયો છે. સ્ટાર્ટઅપની શરૂઆતમાં લોકોએ કહ્યું કે આ માત્ર આઇટી સેક્ટર સુધી જ સીમીત રહેશે, પરંતુ સિક્કીમમાં યુવાનો તેને ખેતી ક્ષેત્રે પણ અખત્યાર કરી રહ્યા છે.
હરિયાણાને શુભકામનાં આપતા કહ્યું કે હરિયાણાનાં સામાજિક વિચારસરણીમાં મોટા પાયે ફેરફારો થઇ રહ્યા છે. બાળકીઓનો વધેલો જન્મદર તેનું ઉદાહરણ છે. વડાપ્રધાને સાથે સાથે કહ્યું કે ખેડૂતોનાં નામે ઘણું કહેવામાં આવે છે. પરંતુ તેઓ કોઇ વિવાદમાં પડવા નથી માંગતા. પાક વિમા યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ યોજનાથી દેશમાં જાગૃતતા આવી છે. જો કે વધારે જાગૃતતા લાવવાની જરૂર છે જેથી મહત્તમ ખેડૂતોને તેનો ફાયદો મળી શકે.
ભારતનો સામુદ્રીક ઇતિહાસ ખુબ જ ગૌરવશાળી રહ્યો છે. વિશાખાપટ્ટનમ તેનું ઉદાહરણ છે. જ્યાં દેશ વિદેશની યુદ્ધ અને વેપાર જહાજો આવે છે. જમીન સીમાઓ દ્વારા આપણને અલગ કરે છે પરંતુ જળ તમામને જોડે છે. ગર્વની વાત છે કે વિશાખાપટ્ટનમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2016નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભારતનો પુર્વી છેડો સેફ રમતોનું આયોજન કરી રહ્યો છે. આ રમતોથી માત્ર શરીર નહી પરંતુ મગજ પણ સ્વસ્થ અને મજબુત બને છે. સોલાર ચરખાએ લોકોનું જિવન બદલી નાખ્યું છે. ચરખા અને સૌર ઉર્જા બંન્ને એખ સાથે એક મોટી સફળતા છે. આ અભિયાનમાં પ્રાચીન અને આધુનિક ટેક્નોલોજીનો સારો ઉપયોગ કરવામાં આવ્યો. તેઓએ કહ્યું કે 30 જાન્યુઆી ખુબ જ મહત્વનો દિવસ છે. 30 જાન્યુઆીએ આપણે તમામ લોકોએ શહીદોની યાદમાં 2 મિનિટ માટે મૌન પાળ્યું હતું. જે રીતે દેશે દેશનાં શહીદો માટે સન્માન દાખવ્યું તે કાબીલે તારીફ છે.
મનની બાત અંગે તેમણે જણાવ્યું કે ટુંક જ સમયમાં દેશનાં તમામ લોકો પોતાની માતૃભાષામાં પણ મન કી બાત કાર્યક્રમ માણી શકશે. મોદીએ ખહ્યું કે સ્વચ્છતા હવે સૌંદર્ય સાથે જોડાઇ ચુકી છે. હું સાંભળી રહ્યો છું કે ઘણા લોકો રેલ્વે સ્ટેશનને કલાત્મક રીતે સજાવી રહ્યા છે. આ અભિયાનમાં સામાન્ય લોકો જોડાઇ ચુક્યા છે. જેની અસર પણ દેખાઇ રહી છે.
આગામી દિવસોમાં 10 અને 12માં ધોરણની પરિક્ષાઓ આવી રહી છે. હું તે તમામ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ આપું છું. કારણ કે તે લોકો જ ભારતનું ભવિષ્ય છે. તેમણે પોતાની મહત્વકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે.

You might also like