હવે અસહિષ્ણુતા મુદ્દે કુલદીય નૈય્યરે પણ સરકાર પર ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : અસહિષ્ણાનાં મુદ્દે સરકાર સતત ફસાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.અસહિષ્ણુતાનાં મુદ્દે સતત મોદી સરકાર પર બુદ્ધીજીવીઓ સવાલો ઉઠાવી રહ્યા છે. અસહિષ્ણુતા મુદ્દે સતત મોદી સરકાર પર ઉઠાવાઇ રહેલા સવાલો વચ્ચે હવે વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યરે પણ આમિરખાનનાં સૂરમાં સુર મિલાવ્યો હતો. કુલદીય નૈય્યરે કહ્યું કે સમાજમાં અસહિષ્ણુતા જોવા મળી રહી છે. જેને બદલવાની જવાબદારી સરકારની છે.
કુલદીય નૈય્યરે કહ્યું કેવડાપ્રધાન મોદી પાર્ટીની અંદર એવા લોકો પર કાર્યવાહી કરે જે આવા વિવાદો પેદા કરીને નુકસાન કરી રહ્યા છે. તો બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આમિર ખાનનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર પર આરોપ લગાવતા કહ્યું કે તમે કોણ છો તે કહેનારા કે પાકિસ્તાન જતા રહો. તમે કોણ છો તે નક્કી કરનારા કે કોણ શું ખાશે અને શું નહી ખાય ક્યાં રહેશે અને શું પહેરશે. ઉલ્લેખનીય છે કે અસહિષ્ણુતાનો આરોપ લગાવીને ઘણા સાહિત્યકાર અને ફિલ્મી હસ્તીઓ પોતાનો એવોર્ડ પરત આપી રહ્યા છે.

You might also like