પાંચ દેશોના પ્રવાસથી પીએમ મોદી પરત, એરપોર્ટ પર થયું જોરદાર સ્વાગત

નવી દિલ્હીઃ પાંચ દેશોની યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત આવ્યા છે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. મોદીના સ્વાગતમાં પહોંચેલા લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મોદી મોદીના નારા સાથે સમગ્ર એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું.

દિલ્હી બીજેપીના તમામ નેતાઓ સહિત, બીજેપીના તમામ નેતાઓ એરપોર્ટ પર હાજર હતા. જેઓએ પાંચ દેશોની સફળ મુસાફરી માટે મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસમાં તેઓ અંતિમ દિવસે મેક્સિકો ગયા હતા. મોદીએ ટવિટર પર  લખ્યું છે કે મેક્સિકો તમારો ખુબ ખુબ આભાર. ભારત મિક્સિકોના સંબંધોમાં નવા યુગની શરૂઆત થઇ છે. આ સંબંધો આપણા દેશના લોકો અને સમગ્ર દુનિયાને ફાયદો કરી શકશે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું છે કે પાંચ દિવસ, પાંચ દેશ અને યાત્રાના અંતિમ પડાવમાં મેક્સિકોના મહત્વના પ્રવાસ પછી પ્રધાન મંત્રી દિલ્હી પરત આવવા રવાના થઇ ગયા છે. પ્રધાન મંત્રીએ પાંચ દિવસના પ્રવાસની શરૂઆત ગત ચાર જૂનથી કરી હતી. આ દરમ્યાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવા માટે અફધાનિસ્તાન, કતાર, સ્વિઝરલેન્ડ, અમેરિકા અને મેક્સિકો ગયા હતા. જ્યાં પ્રતિનિધીઓ સાથે મહત્વના વિષયો પર ચર્ચા કરી હતી.

અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરવા ઉપરાંત મોદીએ પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ માટે ભારતના સભ્યપદની દાવેદારી માટે આ સમૂહદાયના બે મુખ્ય દેશો સ્વિઝરલેન્ડ અને મેક્સિકોનું સમર્થન પ્રાપ્ત કર્યું છે. તેમણે વ્હાઇટ હાઉસમાં બરાક ઓબામા સાથે વિસ્તૃત વાત કરી ત્યાર બાદ અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે.

You might also like