રાજનીતિમાં આવ્યા બાદ “કમાવા”નાં બદલે ગુમાવ્યું : શરીફ

ઇસ્લામાબાદ : પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે પનામા મુદ્દે તપાસ સમિતી દ્વારા તેની વિરુદ્ધ રિપોર્ટ બાદ વિપક્ષી દળોની માંગ છતા આજે પોતાનાં પદ પરથી રાજીનામુ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. તપાસ સમિતીએ શરીફ અને તેનાં પરિવાર વિરુદ્ધ લાંચને કેસ દાખલ કરવાની અનુશંસા કરી છે. સ્થાનિક અખબારો અનુસાર એક ઇમરજન્સી કેબિનેટ બેઠકમાં શરીફે સંયુક્ત તપાસ દળનાં અહેવાલોને ક્યાસનાં આધારે તૈયાર થયેલો અહેવાલ ગણાવ્યો હતો.

વડાપ્રધાનનું રાજીનામું માંદી રહેલા વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે મને પાકિસ્તાનનાં લોકોએ ચૂંટ્યો છે અને માત્ર તેઓ જ મને પદ પરથી હટાવી શકે છે. શરીફે દાવો કર્યો કે તેમનાં પરિવારે રાજનીતિમાં આવ્યા બાદ કાંઇ કમાયા નથી, માત્ર ગુમાવ્યું છે. તેમણે કહ્યું કે જેઆઇટીનાં રિપોર્ટમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા દુર્ભાવનાપુર્ણ ઇરાદાઓ દર્શાવે છે.

શરીફે કહ્યું કે જે લોકો બિનજરૂરી અને ખોટા દાવાઓ પર મારૂ રાજીનામુ માંગી રહ્યા છે તેમણે પહેલા પોતાનો ભૂતકાળ તપાસવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેઓ કેટલાક કાવત્રાખોરોનાં કહેવાથી રાજીનામું નહી આપે. મંત્રીમંડળનાં સભ્યોનો મત્ત હતો કે શરીફે પોતાની જાતને સાબિત કરવા માટે કોર્ટમાં કેસ લડવો જોઇએ. છ સભ્યોની જેઆઇટીએ શરીફ પરિવારનાંવેપારી લેવડદેવડની તપાસ કરી અને ત્યાર બાદ 10 જુલાઇએ સર્વોચ્ચ કોર્ટને 10 ખંડોવાળી સમિતીને પોતાનો અહેવાલ સોંપ્યો હતો.

You might also like