પઠાણકોટ એરબેઝ પર પહોંચ્યાં પીએમ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પઠાણકોટ એરબેઝની મુલાકાતે અહીં પહોંચ્યાં છે. બીજી જાન્યુઆરીએ પઠાણકોટમાં આતંકી હુમલો થયો હતો જે અંગે માહિતી મેળવવા પીએમ અહીં પહોંચ્યાં છે. સેનાના જે જવાનોએ આ આતંકી હુમલાનો સામનો કર્યો હતો તે તમામ જવાનોને પીએમ મળ્યાં હતા. ત્યાર બાદ કંટ્રોલ રૂમે તેમને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી.

એનએસજી અને એનઆઇએના આઇજી પીએમને સમગ્ર આતંકી હુમલા અંગે જાણકારી આપશે. આ સિવાય પીએમ મોદી જે સ્થળોએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે તમામ સ્થળોની મુલાકાત લેશે. એવી પણ જાણકારી મળી રહી છે કે આ દરમિયાન તેઓ બોર્ડર વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ પણ કરશે.

બીજી તરફ પઠાણકોટમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન પુર્ણ કરી દીધું છે. એરબેઝ હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની ઘોષણા કરી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે પઠાણકોટ એરબેઝ પર હાજર ભારતના ફાઇટર જેટ તમેજ હેલિકોપ્ટરને ખતમ કરવાના ઇરાદાથી 6 આતંકવાદીઓએ બીજી જાન્યુઆરીના રોજ અહીં હુમલો કર્યો હતો.

You might also like