PM મોદીએ અમર જવાન જ્યોતિ પર જવાનોને આપી શ્રધાંજલી

સમગ્ર દેશમાં 69માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમર જવાન જ્યોતિ પહોંચ્યા હતા. પીએમ મોદીએ અમર જવાન જ્યોતિએ પહોંચી શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રક્ષા પ્રધાન નિર્મલા સીતારમન અને ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જ્યોતિ પર જવાનોને શ્રધ્ધાંજલી આપી રાજપથ પહોંચ્યા હતા.

You might also like