દુનિયા સાથે શેર કરીશું પ્રાચીન જ્ઞાન: PM નરેન્દ્ર મોદી

કોઝિકોડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરલ અને તમિલનાડુના પ્રવાસ પર છે. કેરલના કોઝિકોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુર્વેદ સંમેલનનું ઉદઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે ભારત પાસે પ્રાચીન વિદ્યાની સમૃદ્ધ વિરાસત છે. તેનાથી વર્તમાન સમયમાં પણ મોટાપાયે લોકો લાભ મેળવી શકે છે. વડાપ્રધાને કહ્યું હતું કે અમારી સરકાર આયુર્વેદ સહિત તમામ ક્ષેત્રમાં પ્રાચીન જ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે ‘આપણે સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવાથી આગળ વિચારવું પડશે. આપણે સારા સ્વાસ્થ્ય અને શારીરિક તથા માનસિક રીતે ખુદને સ્વસ્થ રાખવાની જરૂરિયાત છે. ભારતમાં સંતો અને મુનિઓની સ્વાસ્થ્ય સેવા માટે દેશી તરીકે અપનાવવાની લાંબી પરંપરા ચાલી રહી છે. આ સરકાર આયુર્વેદ અને ઉપચારની જૂની પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધ છે. અમારી પાસે આયુર્વેદ મંત્રાલય છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહેવામાં આવે તો આપણે પૂર્વ અને પશ્વિમ બંનેને સારા સ્વાસ્થ્ય ઉપાયો પર ધ્યાન આપવું પડશે. ઉપચારની આ જૂની પદ્ધતિનો ફાયદો ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર લોકોને મળે છે, જે પારંપારિક દવાઓને ઓછા ભાવે ખરીદવામાં સક્ષમ હોય છે.

કેરલના મુખ્યમંત્રી ઓમાન ચાંડી અને રાજ્યપલ પી. સદાશિવમે આ ફેસ્ટિવલમાં વડાપ્રધાનનું સ્વાગત કર્યું. વડાપ્રધાન કેરલ અને તમિલનાડુના પ્રવાસ પર છે. આ બંને રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે.

વડાપ્રધાન અહીં તેમની પાર્ટીની એક સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓનું મનોબળ વધારશે.

નરેન્દ્ર મોદી કોયમ્બતૂરમાં ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બિલ્ડીંગનું ઉદઘાટન કરશે અને તેને તમિલનાડુ સરકારને સોંપશે.

You might also like