શરીફે અપાવ્યો વિશ્વાસ, પાકિસ્તાનમાં રહેતાં હિન્દુઓને મળશે સંપૂર્ણ સુરક્ષા

ઇસ્લામાબાદ:  પાકિસ્તાનમાં દિવાળી નિમિત્તે યોજવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે કહ્યું કે, પાકિસ્તાનમાં રહેતાં હિન્દુઓને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.

હિન્દુઓને વિશ્વાસ અપાવતાં તેમણે કહ્યું કે, જો હિન્દુઓ સાથે કંઇ અન્યાય થશે અને તેમની પર ત્રાસ ગુજારનાર જો મુસલમાન હશે તો તેઓ હિન્દુઓ સાથે ઉભા રહેશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થતાં હોવાના સમાચાર મળતાં રહે છે. ત્યારે શરીફે એક કાર્યક્રમ દરમિયાન સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તેમના દેશમાં કોઇ પણ વ્યક્તિ ઉપર ત્રાસ ગુજારવામાં આવશે તો તે કોઇ પણ ધર્મ કે સંપ્રદાયનો હોય તેની મદદ કરવામાં આવશે.

પાકિસ્તાની મીડિયાને અનુસાર પાકિસ્તાનમાં પ્રથમ વખત કોઇ વડા પ્રધાન હિન્દુના કોઇ તહેવારમાં સામેલ થયા છે.

You might also like